મોરબીમાં પોલીસ કર્મચારીઓનું બેલેટ પેપરથી મતદાન

Subscribe to Oneindia News

એક બાજુ જ્યાં ગુજરાતમાં આજે પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર બંધ થશે ત્યારે પ્રથમ તબક્કાની ચૂંટણીમા વ્યસ્ત કર્મચારીઓ માટેના બેલેટ પેપર મતદાન પણ વેગીલું બન્યું છે. ગત દિવસોમાં અમદાવાદમા તેમજ આજે મોરબી જીલ્લાની ત્રણેય બેઠકો માટે ચૂંટણી બંદોબસ્તમાં જોડાયેલા પોલીસ કર્મીઓ માટે આજે વિધાનસભાની ચૂંટણી સંદર્ભે મતદાન પ્રકિયા હાથ ધરવામાં આવી હતી.

Gujarat

મોરબી જીલ્લાના કુલ 715 પોલીસ કર્મચારીઓ છે. જેમાંથી 300 પોલીસ કર્મચારીઓનું મોરબી જીલ્લા બહાર મતદાન સ્થળ આવેલું છે. જયારે 415 જેટલા પોલીસ કર્મીઓનું મોરબી જિલ્લામાં મતદાન સ્થળ આવેલું છે. આ પોલીસ કર્મચારીઓ માટે આજે મોરબીના જેલ રોડ ઉપર આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મતદાન ની કાર્યવાહી હાથ ધરાઈ હતી અને સવાર થી મતદાન શરુ થતા મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ મતદાન કરવા જોડાયા હતા જો કે આજે વાદળછાયા વરસાદી વાતાવરણ ના કારણે મતદાન સ્થળે નાખેલા માંડવામાં વિક્ષેપ થવા થી મતદાન કુટિર અંદર રૂમ માં લઇ જવાઈ હતી અને ત્યાં મતદાન કરવામાં આવ્યું હતું.

English summary
Morbi : Police staff do their voting today for Gujarat elections. Read more Detail here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.