ગુજરાત પોલીસમાં બે વર્ષમાં સીધી ભરતી દ્વારા 11 હજારથી વધુ જગ્યાઓ ભરવામાં આવી
ગુજરાત પોલીસ દળને વધુ મજબૂત, સુદ્રઢ તેમજ અસરકારક બનાવવા માટે છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા જુદા-જુદા સંવર્ગોમાં સીધી ભરતીથી કુલ ૧૧,૯૭૮ જગ્યાઓ ભરવામાં આવી છે. ગુજરાત બજેટ સત્ર ૨૦૨૩-૨૪ દરમિયાન વિધાનસભા ગૃહ ખાતે રાજ્યના પોલીસ દળના વિવિધ સંવર્ગોમાં ભરતી અંગેના પ્રશ્નમાં આ અંગેની લેખિત માહિતી ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવી છે.

આ વિગતો અનુસાર છેલ્લા બે વર્ષ દરમિયાન ગુજરાત પોલીસની બિન હથિયારી પોલીસ અધિક્ષકની ૪૧, બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટરની ૯૬, બિન હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેકટરની ૩૦૦, હથિયારી પોલીસ ઇન્સ્પેકટર (SRPF)ની ૭૨, ઈન્ટેલીજન્સ ઓફિસરની ૨૭, બિન હથિયારી આસીસ્ટન્ટ સબ-ઇન્સ્પેકટરની ૯૮૩, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ૫૨૧૨, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ૭૯૭ અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF)ની ૪૪૫૦ જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
