For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં કોરોના સંક્રમિતનો આંકડો 20 હજારને પાર, વાયરસ 1423 લોકોના જીવ ભરખી ગયો

અમદાવાદમાં કોરોના સંક્રમિતનો આંકડો 20 હજારને પાર, વાયરસ 1423 લોકોના જીવ ભરખી ગયો

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા ટૉપ 10 શહેરોની યાદીમાં અમદાવાદ ચોથા નંબર પર છે. જ્યાં કોરોના સંક્રમણના 20 હજારથી વધુ મામલા સામે આવી ચૂક્યા છે. ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામનારા 70% થી વધુ દર્દી અમદાવાદના જ છે. અત્યાર સુધી અમદાવાદમાં 1423 લોકોએ જીવ ગુમાવી દીધો છે. આખા ગુજરાતની વાત કરીએ તો કોરોનાથી થયેલ મોતનો આંકડો 1809 પર પહોંચી ગયો છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ પાસેથી મળેલી જાણકારી મુજબ પાછલા 24 કલાકમાં અમદાવાદમાં 13 લોકોના મોત થયાં છે જેમાં કેટલીય મહિલાઓ પણ સામેલ છે.

અમદાવાદમાં 15660 દર્દી સાજા પણ થયા

અમદાવાદમાં 15660 દર્દી સાજા પણ થયા

ગત રોજ અમદાવાદમાં સંક્રમણના 211 નવા કેસ નોંધાયા. જિલ્લા પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું કે કુલ સંકરમિતોની સંખ્યા 20,480 થઇ ગઇ છે. જ્યારે 181 દર્દી સ્વસ્થ થયા બાદ હોસ્પિટલેથી રજા આપી દેવામાં આવી છે. આ જિલ્લામાં અત્યાર સુધી 15,660 દર્દી ઠીક થઇ ચૂક્યા છે. 211 મામલામાંથી 198 અમદાવાદ નગર નિગમ સીમા ક્ષેત્રમાં સામે આવ્યા, જ્યારે બાકી 13 મામલા જિલ્લાના અન્ય ભાગમાંથી છે. સ્વાસ્થ્ય વિભાગના રિપોર્ટ મુજબ ગતરોજ જીવ ગુમાવનાર તમામ 13 દર્દી અમદાવાદ શહેરી વિસ્તારના છે.

ગુજરાતમાં સંક્રમિતોનો આંકડો 31,397 પર પહોંચ્યો

ગુજરાતમાં સંક્રમિતોનો આંકડો 31,397 પર પહોંચ્યો

આખા ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણના 31,397 મામલા સામે આવી ચૂક્યા છે. જેમાંથી 22,808 લોકો ઠીક થયા બાદ હોસ્પિટલેથી ઘરે પહોંચી ગયા છે. જ્યારે 1809ના મોત થઇ ચૂક્યાં છે. ગ્રાફ જોવામાં આવે તો ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદરમાં પણ તેજી આવતી જોવા મળી રહી છે. જો કે આ તેજી અમદાવાદમાં જ સૌથી વધુ જોવા મળી રહી છે.

વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યમાં ચોથો નંબર

વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યમાં ચોથો નંબર

ગત રોજ ગુજરાતમાં કુલ 624 નવા કેસ સામે આવ્યા હતા. એક્ટિવ કેસની સંખ્યા 6780 છ. ગુજરાત હવે દેશનું ચોથા નંબરનું એવું રાજ્ય બની ગયું છે જ્યાં કોરોના વાયરસના 30 હજારથી વધુ મામલા સામે આવી ચૂક્યા હોય.

કોવિડ 19 બાદ મુંબઇમાં કાવાસાકી બીમારીનો કહેર, કેટલાય લોકોમાં લક્ષણ જોવા મળ્યાકોવિડ 19 બાદ મુંબઇમાં કાવાસાકી બીમારીનો કહેર, કેટલાય લોકોમાં લક્ષણ જોવા મળ્યા

English summary
More than 20,000 people infected with corona virus in Ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X