ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા 900થી વધુ અધિકારીઓની બદલી, ચૂંટણી પંચના ઠપકા બાદ કાર્યવાહી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા એક્શનમાં આવેલા ગુજરાતના મુખ્ય સચિવે રાજ્યમાં 900થી વધુ અધિકારીઓની બદલી કરી દીધી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા એક્શનમાં આવેલા ગુજરાતના મુખ્ય સચિવે રાજ્યમાં 900થી વધુ અધિકારીઓની બદલી કરી દીધી છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા ઠપકો અપાયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અને સૂચનાઓ મુજબ વિવિધ ગ્રેડ અને સેવાઓના 900થી વધુ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ 21 ઓક્ટોબરના રોજ કમિશને ગુજરાતના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને અધિકારીઓની બદલી માટેનો નિર્ધારિત સમયગાળો પૂરો થયા પછી અનુપાલન રિપોર્ટ સબમિટ કરવા માટે પત્ર લખ્યો હતો. આમ છતાં અધિકારીઓ દ્વારા કમ્પ્લાયન્સ રિપોર્ટ સમયસર મોકલવામાં આવ્યો ન હતો. 19 ઓક્ટોબરે પણ કમિશનને તાત્કાલિક રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ચૂંટણી પંચ દ્વારા જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પંચે છ વરિષ્ઠ IPS અધિકારીઓ સહિત બાકીના 51 અધિકારીઓને પણ તેમના સંબંધિત મુખ્યાલયમાં રિપોર્ટ કરવા કહ્યુ છે. ગુજરાત સરકારને ગુરુવાર સુધીમાં આ સંદર્ભે અનુપાલન અહેવાલ મોકલવા માટે કહેવામાં આવ્યુ છે.
તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો હજુ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી નથી. અગાઉ એવુ માનવામાં આવતુ હતુ કે હિમાચલ અને ગુજરાતમાં એક સાથે ચૂંટણી થશે. હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે પરંતુ ગુજરાતની ચૂંટણીની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી. ગુજરાત વિધાનસભાની મુદત આવતા વર્ષે 18 ફેબ્રુઆરી સુધીમાં પૂરી થશે. હિમાચલ પ્રદેશની વાત કરીએ તો અહીં 12 નવેમ્બરે મતદાન થશે. જ્યારે 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. નોંધનીય કે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે છે. બંને પક્ષો તરફથી જોરદાર પ્રચાર ચાલી રહ્યો છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં રાજકીય મેદાન શોધી રહી છે ત્યારે ભાજપ માટે તેનો ગઢ બચાવવાનો પડકાર છે.












Click it and Unblock the Notifications
