કાલી રોટી અને સફેદ દાળ, ધામધૂમથી યોજાયો ભગવાન જગન્નાથનો ભંડારો
ભગવાન જગન્નાથની રથયાત્રા અગાઉ પરંપરાગત સાધુ સંતોનો ભંડાયો યોજાય છે. આ ભંડારાનું આગવુ મહત્વ છે. રથયાત્રા માટે દેશદેશાંતરથી આવતા સાધુ સંતો માટે દુધપાક અને માલપુઆનો પ્રસાદ બનાવવામાં આવે છે.
કોરોના મહામારી વચ્ચે ગાઈડલાઈન સાથે નગરયાત્રાએ નિકળવા ભગવાન જગન્નાથ તૈયાર છે. જગન્નાથપુરીની સાથે સાથે અષાઢી બીજની અમદાવાદની રથયાત્રાનું પણ આગવુ મહત્વ છે. ભગવાન જગન્નાથની રથયાત્રા અગાઉ પરંપરાગત સાધુ સંતોનો ભંડાયો યોજાય છે. આ ભંડારાનું આગવુ મહત્વ છે. રથયાત્રા માટે દેશદેશાંતરથી આવતા સાધુ સંતો માટે દુધપાક અને માલપુઆનો પ્રસાદ બનાવવામાં આવે છે.

વહેલી સવારથી જ ભંડારાની તૈયારીઓ શરૂ કરાઈ હતી. મંદિરના રસોડામાં 500 લિટર દૂધનો દૂધપાક, ચણાનું શાક, પૂરી અને માલપૂઆ તૈયાર કરાયા હતા. કોરોના ગાઈડગાઈન છે ત્યારે મર્યાદિત લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ વર્ષે રથયાત્રામાં રસ્તામાં પ્રસાદની વહેંચણી નહીં કરાય. રથ નિજમંદિર પરત ફર્યા બાદ મંદિરમાં મગ, જાંબુ, ખીચડાનો પ્રસાદ અપાશે. રથ પરત આવ્યા બાદ લોકો મંદિરમાં દર્શન કરી પ્રસાદનો લાભ લઇ શકશે. ગુરુપૂર્ણિમા સુધી રથયાત્રાનો મગનો પ્રસાદ વહેંચવામાં આવશે.












Click it and Unblock the Notifications
