ચોથી વાર પણ દીકરી થઈ તો માએ જન્મ આપ્યા બાદ દબાવી દીધુ ગળુ
ગુજરાતમાં ઉમરગાંવના ગાંધીવાડી વિસ્તારમાં સ્થિત એક સરકારી હોસ્પિટલમાં મહિલાએ પોતાની દીકરીને જન્મ આપ્યા બાદ તેનો જીવ લઈ લીધો.
ગુજરાતમાં ઉમરગાંવના ગાંધીવાડી વિસ્તારમાં સ્થિત એક સરકારી હોસ્પિટલમાં મહિલાએ પોતાની દીકરીને જન્મ આપ્યા બાદ તેનો જીવ લઈ લીધો. પ્રસવના માત્ર 4 કલાક બાદ જ ડૉક્ટરોને તે નવજાત મૃત મળી. પોસ્ટમૉર્ટમ કરાવવા પર માલુમ પડ્યુ કે નવજાતનો જીવ તેનુ ગળુ દબાવવાને કારણે ગયો ત્યારબાદ પોલિસ બોલાવવામાં આવી. પોલિસની કડક પૂછપરછમા પ્રસૂતાએ પોતાનો ગુનો કબૂલી લીધો. પોતાના જ સંતાનની હત્યા કરવા પર તે નતમસ્તક થઈ ગઈ. પોલિસે તેની ધરપકડ કરીને તેની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દીધી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર મૂળ ઉત્તર પ્રદેશની નિવાસી અને ઉમરગાંવના સાકેત નગરમાં રહેતી અનિતા દેવી ડિમ્પલને પ્રસૂતિ માટે હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી હતી. જ્યાં તેણે ચોથી દીકરીને જન્મ આપ્યો હતો. જો કે માતા-દીકરીની તબિયત સ્થિર થવા છતા ચાર કલાક બાદ બાળકીને મૃત જોઈને ડૉક્ટરો દ્વારા પોલિસને સૂચના આપવામાં આવી હતી.

પોલિસ દ્વારા મૃતક બાળકીનુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યુ હતુ. જેમાં માલુમ પડ્યુ કે બાળકીનુ ગળુ દબાવવામાં આવ્યુ હતુ. બાદમાં અનીતાએ જ હત્યા કરીને ગુનો કબૂલી લીધો. તેણે કહ્યુ કે પહેલેથી જ અમારી ત્રણ દીકરીઓ છે. આ વખતે તે દીકરાની ઈચ્છા રાખીને બેઠા હતા. પરંતુ દીકરો ન થયો. આ બાબતે એક અન્ય ખાસ વાત એ રહી કે ખુદ પીએસઆઈ જ ફરિયાદકર્તા બન્યા અને હત્યારી માતા સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી લીધી. પોતાની જ દીકરીને મારનારી માને લોકો કોસવા લાગ્યા.












Click it and Unblock the Notifications
