For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ પહેલા થયા 24,185.22 કરોડના 20 સમજૂતી કરાર

ગુજરાતમાં 10મી ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ પહેલા 24285.22 કરોડના 20 સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ગુજરાતમાં 10મી ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ પહેલા 24285.22 કરોડના 20 સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે. મુખ્યમંત્રીએ દાવો કર્યો છે કે આ કરારથી રાજ્યમાં 37,000 જેટલી પ્રત્યક્ષ રોજગારીની તકો સર્જાશે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 10થી 12 જાન્યુઆરી, 2022 દરમિયાન મહાત્મા મંદિરમાં ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટનુ આયોજન થવાનુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉદ્યોગ વિભાગ અને વિવિધ રોકાણકાર ઉદ્યોગજૂથો વચ્ચે ગાંધીનગરમાં આ એમઓયુ સાઈન થયા.

Vibrant Summit

આ પ્રસંગે મુખ્યમંત્રી ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કૈલાસનાથન, રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમાર અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા હાજર રહ્યા હતા. સમજૂતી કરારમાં ધોલેરા સ્પેષિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજનના બે પ્રોજેક્ટસનો સમાવેશ થાય છે. આ સમજૂતી કરારમાં ઉત્પાદન, રસાયણો, એગ્રોકેમિકલ્સ, ટેકનિકલ ટેક્સટાઈલ, દવા ઉદ્યોગો તેમજ કૃષિ સાધનો બનાવતી કંપનીઓ સહિત ઘણા ઔદ્યોગિક ક્ષેત્રોએ રોકાણમાં રસ દર્શાવ્યો છે. આ ઉદ્યોગો ભરુચ, ધોલેરા, વડોદરા, હાલોલ સહિત અન્ય સ્થળોએ રોકાણ કરશે.

ઈન્ડો એશિયન કોપર દ્વારા 8500 કરોડનુ રોકાણ અમરેલીમાં જ્યારે કિરી ઈન્ડસ્ટ્રીઝ તરફથી દહેજમાં 2900 કરોડનુ રોકાણ કરવામાં આવશે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દહેજમાં 1592.22 કરોડનુ મૂડી રોકાણ કરશે. દક્ષિણ ગુજરાતના વિલાયતમાં કલરટેક્સ ઈન્ડિયા કંપની 2000 કરોડનુ રોકાણ કરશે. મેઘમણી જૂથની વિવિધ કંપનીઓ ગુજરાતમાં 2600 કરોડનુ રોકાણ કરશે જ્યારે મેરિનો ઈન્ડસ્ટ્રીઝ પંચમહાલના હાલોલમાં 900 કરોડનુ રોકાણ કરશે.

English summary
MoUs worth Rs 24,185.22 crore signed before Global Vibrant Summit in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X