રાજકોટના વિકાસ માટે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ વાપર્યા 18.88 કરોડ
જાણો, મોહનભાઈ કુંડારિયાનો સાંસદ તરીકે પહેલો કાર્યકાળ કેવો રહ્યો અને સાંસદ તરીકે તેમણે કેટલાં કામ કર્યાં.
રાજકોટઃ મોહનભાઈ કુંડારિયા રાજકોટથી સાંસદ સભ્ય છે. લોકસભા ચૂંટણી 2014માં તેઓ ભાજપ તરફથી ચૂંટાયા હતા. મોહનભાઈ કુંડારિયાનો જન્મ 6 સપ્ટેમ્બર 1951ના રોજ થયો હતો. 67 વર્ષિય સાંસદ મોહનભાઈ વ્યવસાયે ખેડૂત પણ છે. તેમની પત્નીનું નામ અમૃતાબેન કુંડારિયા છે અને તેમને 3 સંતાન છે. મોહનભાઈ કુંડારિયાએ અગાઉ ગુજરાત વિધાનસભાની ટંકારા સીટ પરથી ધારાસભ્ય તરીકે પણ ચૂંટાઈ આવ્યા હતા.

મોહનભાઈ કુંડારિયાના કાર્યો વિશે વાત કરીએ સાંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ દરેક સાંસદ પોતાના મતવિસ્તારમાં વિકાસનાં કાર્યો કરવા માટે 25 કરોડના હકદાર બની જાય છે. મોહનભાઈ દ્વારા 22.46 કરોડ રૂપિયાની ભલામણ કરવામાં આવેલ હતી, જો કે જિલ્લા અધિકારી દ્વારા 21.14 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. ભારત સરકાર તરફથી વ્યાજ સહિત કુલ 22 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા જેમાંથી ડિસ્ટ્રિક્ટ ઑથોરિટી દ્વારા 18.88 કરોડ રૂપિયા વિકાસ કાર્યોમાં ખર્ચવામાં આવ્યા છે જ્યારે ડિસ્ટ્રિક્ટ ઑથોરિટી પાસે હજુ પણ 3.12 કરોડ રૂપિયાનું ભંડોળ પડ્યું છે.
ગુજરાતના સાંસદો કેટલા ભણેલા? કેટલા અભણ? જાણો
સાંસદની કામગીરીમાં જો મોહનભાઈ કુંડારિયાની સક્રિયતા વિશે વાત કરીએ તો સંસદમાં મોહનભાઈ કુંડારિયાની કુલ હાજરી 93 ટકા રહી. તેમણે કુલ 16 ડિબેટમાં ભાગ લીધો હતો અને 261 પ્રશ્નો ઉઠાવ્યા હતા, જો કે મોહનભાઈ કુંડારિયાએ એકપણ પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ નહોતાં કર્યાં. જણાવી દઈએ કે મોહનભાઈ કુંડારિયાની આ પહેલી ટર્મ હતી.
આ પણ વાંચો- જાણો, 16મી લોકસભામાં કેસી પટેલનું કેવું પરફોર્મન્સ રહ્યું હતું?












Click it and Unblock the Notifications
