For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂતો માટે આશિર્વાદ સમાન સાબિત થઈ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના

કૂદરતી આફતમાં આશિર્વાદ સમાન મુખ્યમંત્રી કિસાન સહાય યોજના

|
Google Oneindia Gujarati News

રાજ્ય સરકાર દ્વારા અનેક જન કલ્યાણકારી અને લોક હિતૈષી યોજનાઓ અને કાર્યક્રમો આપવામાં આવતાં હોય છે. રાજ્ય સરકારનો આવો જ એક જન કલ્યાણ અને કિસાનો માટે કુદરતી આપત્તિઓમાં પણ આશિર્વાદ સમાન ગણાતી યોજના એટલે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. ગુજરાતના સેંકડો કિસાનોના વ્યાપક હિતમાં વર્ષ 2020માં ગુજરાત સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી. જે કુદરતી આફતો વખતે ખેડૂતોના પાકને થતાં નુકસાન બદલ વળતર આપવા અને ખેડૂતોના કુદરતી આફતો સામે થયેલ નુકસાનની ભરપાઇ કરતી યોજના છે.

farmers

સામાન્ય રીતે સમગ્ર દેશમાં ખેડૂતોના પાકને કૂદરતી કે આકસ્મિક નુકસાન થાય તો તે બદલ પ્રધાનમંત્રી પાક વિમા યોજના અમલમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ યોજના 2016માં શરૂ કરવામાં આવેલ છે. પરંતું, ગુજરાતમાં પાક વિમા યોજના એજન્સીઓ અને મંડળીઓ કે કંપનીઓ દ્વારા પ્રિમિયમ લઇ બાદમાં વળતર આપતી નહોતી, વિવિધ રૂલ્સ અને નિયમોના સહારે ખેડૂતોને વળતર ચુકવતી નહોતી. જેના કારણે, રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે, જેના માટે કિસાનોએ કોઇ પ્રિમિયમ ભરવાનું રહેતું નથી. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે કમોસમી વરસાદ, ભારે વાવાઝોડા જેવી સ્થિતિમાં ખેડૂતોને થતાં નુકસાન બદલ વળતર ચુકવવામાં આવે છે.

આ પણ વાંચો- ૭૫૦૦ થી વધુ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે

રાજ્ય સરકાર દ્વારા આ યોજના શરૂ કર્યા બાદ સેંકડો ખેડૂતોને વળતરનો લાભ મળ્યો છે. રાજ્ય સરકારના સ્ટેટ ડિઝાસ્ટર રિલિફ ફંડમાંથી આ યોજના માટે સહાય ચુકવવામાં આવે છે. રાજ્યના 53 લાખથી વધુ નાના મોટા અને સિમાંત ખેડૂતો આ યોજનાના સીધા લાભાર્થી ગણાય છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના દ્વારા નુકસાનના 33 ટકાથી 60 ટકા નુકસાની બદલ વળતરની માંગણી કરી શકાય છે. નુકસાન સર્જાય ત્યારે 20 હજાર પ્રતિ હેક્ટરના દરથી વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં વળતર મેળવવા હકદાર છે. જ્યારે, 60 ટકાથી વધુ નુકસાન સર્જાય તો 25 હજાર પ્રતિ હેક્ટર વળતર ચુકવવામાં આવે છે.

રાજ્ય સરકારની આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં કોઇ એજન્સી ન હોવાથી સીધા ખેડૂત લાભાર્થીને સહાયની રકમ DBT કરવામાં આવે છે. જૂની યોજનામાં વીમા કંપનીઓ સહાય ચુકવવામાં ઠાગાઠૈયા કરતી હતી જેનાથી ખેડૂતો સહાયથી વંચિત રહેતા હતા. -ખેતીવાડી અધિકારી એમ.ડી. વાઘેલા

આ પણ વાંચો- ઉજ્જવલા યોજના અને નલ સે જલ યોજનાથી આવી ક્રાંતિ - CM ભૂપેન્દ્ર પટેલ

ખેડૂતોને ક્યારે મળી શકે છે આ યોજનાનો લાભ

રાજ્ય સરકારની આ યોજના ખેડૂતોને અતિવૃષ્ટિ (ભારે કે અતિ ભારે વરસાદ), અનાવૃષ્ટિ (દુષ્કાળ) તથા કમોસમી વરસાદ કે માવઠાની પરિસ્થિતિમાં રાજ્યમાં 8-અ ધારક ખેડૂત ખાતેદાર, ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળના સનદ ધારક ખેડૂત ખાતેદાર આ યોજના હેઠળ વળતર માટે હકદાર ગણાય છે. પરંતું, જે તે ખરીફ ઋતુમાં વાવેતર ન કરનાર ખેડૂત આ યોજના લાભ મેળવવા હકદાર નથી.

સહાયની રકમ બાબતે, ખેડૂત લાભાર્થી દિનેશભાઇએ જણાવ્યું હતુ કે, 2021ના વર્ષમાં થયેલા નુકસાનમાં ઓનલાઇન ખેડૂત પોર્ટલ પર જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરતાં આ સહાયની રકમ સીધી બેંકમાં જમા કરાવવામાં આવી હતી અને તે સહાય મંજૂર કરવા કોઇ સરકારી કચેરીના ધક્કા ખાવાની જરૂર પડી નહોતી. - દિનેશભાઈ, ખેડૂત

મોદીના 8 વર્ષ પૂરા થતા ગાંધીનગર ખાત રાજ્ય કક્ષાનો ગરીબ કલ્યાણ સમેલન યોજાયુમોદીના 8 વર્ષ પૂરા થતા ગાંધીનગર ખાત રાજ્ય કક્ષાનો ગરીબ કલ્યાણ સમેલન યોજાયુ

ભારે વરસાદ કે અતિવૃષ્ટિની પરિસ્થિતિ

સામાન્ય રીતે ચોમાસામાં જરૂર કરતાં વધુ વરસાદ થાય અને ખેતરમાં વાવેતર થયેલ પાક ધોવાઇ જાય, ભારેથી અતિભારે વરસાદ થાય કે સતત વધુ વરસાદ નોંધાવાના કારણે ખેતરમાં ઉભેલા પાકને નુકસાન થાય તથા સામાન્ય 48 કલાકમાં 25 ઇંચ કે તેથી વધુ વરસાદન નોંધાય તો અતિવૃષ્ટિ ગણવામાં આવે છે અને જે તે વિસ્તારમાં 25 ઇંચ વરસાદ નોંધાયેલ હોય તેવા વિસ્તારને નોટિફાઇડ કરીને તેવા ખેડૂતોને સહાય આપવામાં આવે છે.

અનાવૃષ્ટિ કે દુષ્કાળની પરિસ્થિતિ

રાજ્યમાં કે રાજ્યના જે તે વિસ્તારમાં ચોમાસા દરમિયાન 10 ઇંચ કે તેથી ઓછો વરસાદ નોંધાય તથા ચોમાસા દરમિયાન બે વરસાદ વચ્ચે સતત 28 દિવસનો સમયગાળાનો ગેપ સર્જાય તો તેને દુષ્કાળ જાહેર કરી તે પ્રમાણે વળતર આપવામાં આવે છે.

કમોસમી વરસાદની પરિસ્થિતિ

ચોમાસા સિવાયના સમયગાળા દરમિયાન સળંગ 48 કલાકમાં 50 ઇંચ જેટલો ભારે વરસાદ કે તોફાન સાથે વરસાદ થાય અને ખેતીના પાકને નુકસાન થાય તો માવઠાનું જોખમ ગણી તે બદલ વળતર આપવામાં આવે છે.

રાજ્યમાં જ્યાં પણ આ કૂદરતી આફત સર્જાય ત્યાં જિલ્લા કલેક્ટર દ્વારા આ અસરગ્રસ્ત વિસ્તારની યાદી રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલી આપે છે, રાજ્ય સરકાર દ્વારા 7 દિવસમાં તેને લગતા મંજૂર કરવાના હૂકમ જાહેર કરવામાં આવશે.

English summary
Mukhyamantri Kisan Sahay Yojana proven to be blessing for farmers of Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X