આર્થિક રૂપે નબળા પરિજનો માટે સહારો બની મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના
આર્થિક રૂપે નબળા પરિજનો માટે સહારો બની મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના
ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણના અભ્યાસ કરી પોતાની કારકિર્દી કરવા માંગતાં યુવાનોને માતાપિતાની આર્થિક કમજોરીના કારણે ઉચ્ચ અભ્યાસથી વંચિત રહેવાની નોબત ન આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક યુવા કલ્યાણકારી યોજનાઓ અને સ્કોલરશીપની સ્કીમ અમલમાં છે. ત્યારે, આવી જ એક મહત્વપુર્ણ યોજના એટલે યુવા સ્વાવલંબન યોજના. રાજ્યમાં MYSY ના નામથી ઓળખાતી આ યોજના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય પુરી પાડે છે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના મુખ્યત્વે આર્થિક સહાય અને અન્ય સવલતો સમાન ધોરણે ઉપલબ્ધ થાય અને કોઇપણ યુવાન પોતાની આર્થિક મજબુરીના કારણે પોતાના ભવિષ્યનું નિર્માણ કરવાથી વંચિત ન રહી જાય તેવા ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવેલ છે. રાજ્યમાં 2015ના વર્ષથી અમલમાં આવેલી આ યુવા સ્વાવલંબન યોજના અનેક આર્થિક તંગદિલી ભોગવતા પરિવારો માટે મહત્વપુર્ણ આધાર બની છે.
ગાંધીનગરના આદિત્ય રાવલે જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના દ્વારા આર્થિક સહાય મેળવી એન્જિનિયરીંગના અભ્યાસ માટે બેંગ્લોર એડમિશન મેળવ્યું. અમારી આર્થિક સ્થિતિ કફોડી હતી એટલે જો આ MYSY હેઠળ સહાય ન મળી હોત તો મારે ઉચ્ચ અભ્યાસ કરવામાં ઘણી મુશ્કેલી પડી હોત.
રાજ્યના સર્વાંગી વિકાસ માટે પોતાનું યુવાધન કૌશલ્યબદ્ધ અને શિક્ષિત હોય તે ખુબ જરૂરી હોય છે. ત્યારે, આ યુવા યુવક યુવતીઓ શિક્ષિત અને કૌશલ્યબધ્ધ થાય તે માટે રાજ્ય સરકારે વિવિધ કલ્યાણકારી યોજનાઓ દ્વારા પ્રયાસ કરે છે. આર્થિક રીતે નબળા કે અંતરિયાળ વિસ્તારના વિવિધ આર્થિક સ્ત્રોત કે જાણકારીના અભાવે શિક્ષણથી વંચિત ન રહે તેમજ આર્થિક મુશ્કેલીના કારણે અધવચ્ચે શિક્ષણ છોડી ના દે તે માટે આ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલમાં મુકવામાં આવેલી છે.
બનાસકાંઠાના પાલનપુરના જયકિશનનું વિદેશ તબિબી અભ્યાસનું સ્વપ્ન હતુ. પરંતું, તેના પરિવારની આર્થિક પરિસ્થિતિ કમજોર હતી. પરંતું, આ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ આર્થિક સહાય મેળવી તે વિદેશમાં અભ્યાસ કરે છે.1
ગુજરાત સરકારે વર્ષ 2015માં 1500 કરોડની જોગવાઇ સાથે આ યોજના શરૂ કરવામાં આવી હતી. રાજ્યમાં 2021-22ના વર્ષમાં મેડિકલ, ઇજનેરી સહિત ટેક્નિકલ અને નોન ટેક્નિકલના કોર્ષમાં 65 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ જુદી જુદી યુનિવર્સિટીઓમાં MYSY હેઠળ પ્રવેશ મેળવી 298 કરોડની સ્કોલરશીપ મેળવી છે. આ યોજના હેઠળ ખાસ કરીને ઉચ્ચ અભ્યાસ અને ડિગ્રી કોર્સમાં શિષ્યવૃતિનો સૌથી વધુ વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો છે. ઓનલાઇન વેબસાઇટ પર આ સહાયતા માટે જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરી ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહે છે. વાર્ષિક છ લાખની આવક મર્યાદા ધરાવતાં પરિવારોને આ યોજનાના લાભ મળવાપાત્ર છે.
વર્તમાન રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે યુવા સ્વાવલંબન યોજના માટે 350 કરોડની બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યમાં કોઇ યુવા પ્રતિભા આર્થિક સંકડામણના કારણે શિક્ષણથી વંચિત ન રહે તેવા રાજ્યના કલ્યાણકારી ઉદ્દેશ સાથે મુખ્યમંત્રી પ્રયાસરત છે. ત્યારે, રાજ્યના સેંકડો વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે આ યોજના પાયારૂપ બની છે.












Click it and Unblock the Notifications
