For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇની ધનાઢ્ય વ્યક્તિ ગુજરાતમાં પ્લેન પાર્ક કરશે

|
Google Oneindia Gujarati News

airport
અમદાવાદ, 30 માર્ચ : જો આપ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરશો તો આપને થશે કે આ કરોડપતિઓનું શહેર છે. આહીં આપની નજર પ્લાઇવેટ જેટ પ્લેનની પાર્કિંગ માટેની લાઇન પરથી ખસશે નહીં. જોંકે અહીં જોવા મળતા મોટા ભાગના પ્લેન અમદાવાદ શહેરની બહારની વ્યક્તિઓના છે.

વાત એમ છે કે મુંબઇના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ભારે ટ્રાફિક અને ગીચતાને કારણે હવે મુંબઇના કરોડપતિઓ તેમના પ્રાઇવેટ પ્લેનને અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્ક કરવાનું પસંદ કરી રહ્યા છે.

વર્તમાનમાં અમદાવાદ એરપોર્ટ પર 20 જેટલા પ્રાઇવેટ પ્લેન અને ચોપર પાર્ક થાય છે. તેમાંથી માત્ર પાંચ સ્થાનિક બિઝનેસ જૂથના અગ્રણીઓ જેમ કે અદાણી અને ઝાયડસ કેડિલાના છે. મુંબઇ એરપોર્ટ પરના વધારે પાર્કિંગ ચાર્જીસ હોવા છતા માલિકો ભારે પેનલ્ટી ચૂકવીને અન્ય સ્થળોએ પાર્કિંગ કરી રહ્યા છે.

આ અંગે અમદાવાદ એરપોર્ટના ડાયરેક્ટર આર કે સિંગનું કહેવું છે કે "મુંબઇ એરપોર્ટમાં પાર્કિંગ ચાર્જીસમાં વધારો કરવામાં આવતા અમદાવાદમાં બહારના રાજ્યોના પ્લેનના પાર્કિંગ વધ્યા છે. કેટલાક કોર્પોરેટ ગૃહોએ અમારી સાથે કાયમી પાર્કિંગ માટે પણ વાતચીત કરી છે."

મુંબઇમાં સ્થિતિ એવી છે કે એરપોર્ટ પર 30 પ્રાઇવેટ જેટ પાર્ક કરવાની વ્યવસ્થા છે. તેના બદલે ગયા ડિસેમ્બર સુધી 50 પ્લેન્સ પાર્ક થયેલા હતા. આ કારણે ડીજીસીએ દ્વારા સુરક્ષાનું ધ્યાન નહીં રાખવાના મુદ્દે મુંબઇ એરપોર્ટને પેનલ્ટી ફટકારી ત્યાર બાદ મુંબઇ એરપોર્ટે કડક પગલાં હાથ ધર્યા હતા. જૂનથી ડિસેમ્બર 2012 દરમિયાન મુંબઇ એરપોર્ટે રૂપિયા 4 કરોડની પેનલ્ટી વસૂલ કરી હતી.

મુંબઇમાં વર્તમાન સમયમાં પ્લેનના વજન અનુસાર રૂપિયા 1000થી રૂપિયા 15000 પ્રતિ કલાકનો પાર્કિંગ ચાર્જ વસૂલ કરવામાં આવે છે. જ્યારે દંડની રકમ પાર્કિંગ ચાર્જ કરતા 50 ગણી વધારે હોય છે.

English summary
Mumbai's billionaires go for Gujarat parking bay.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X