મુંબઇ-અમદાવાદ હાઇવે પર બસ-ટેન્કર વચ્ચે અકસ્માત, 7ના મોત

Posted By:
Subscribe to Oneindia News

ગાંધીનગર, 29 જાન્યુઆરી: મુંબઇ-અમદાવાદ હાઇવે પર આજે મોડી રાત્રે જોરદાર રોડ અકસ્માત સર્જાયો હતો જેમાં 7 લોકોના મોત નિપજ્યાં છે. આ અકસ્માતમાં 14 લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ ઘટના મુંબઇ-અમદાવાદ હાઇવે પર ઠાણે નજીક મનોરની છે.

ઠાણે નજીક મોડી રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ એક લક્સરી વોલ્વો અને ડીઝલ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા ભયંકર આગ લાગી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટક્કર બાદ બસમાં આગ લાગી ગઇ હતી. આ અકસ્માતમાં સાત લોકોના મોત નિપજ્યાં છે. અકસ્માતનો ભોગ બનેલી બસ પુણેથી અમદાવાદ જઇ રહી હતી. આ અકસ્માત બાદ લક્સરી બસની પાછળ આવી રહેલી કારે પણ સળગતી બસને ટક્કર મારી હતી. આ પ્રમાણે અકસ્માતની ચપેટમાં ત્રણ ગાડીઓ આવી ગઇ છે.

accident

ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર વોલ્વો બસ અમદાવાદ તરફ આવી રહી હતી. ત્યારે સામેથી વાયુવેગે આવી રહેલા ડીઝલ ટેન્કરે બસને સીધી ટક્કર મારી દિધી હતી. ટક્કર લાગતાં જ બસમાં આગી લાગી ગઇ હતી. જેથી બસમાં હાજર 7 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય કેટલાક લોકોને ઇજા પહોંચી છે.

English summary
At least seven persons were killed and 11 others injured when a bus collided with a diesel tanker at Palghar in Thane rural on Wednesday morning.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.