મુંબઇ ભાજપા મહિલા મોરચાના પદાધિકારીઓ મોદીની મુલાકાતે

મુંબઇ ભાજપા મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી વિન્દા કિર્તીકર અને માધવી ભૂતાના નેતૃત્વમાં ૧૮ પદાધિકારી બહેનોએ નરેન્દ્ર મોદીના શાસનની મહિલા ગૌરવ નીતિ, મિશન મંગલમ્ દ્વારા સખીમંડળોની આર્થિક પ્રવૃત્તિઓ, કુપોષણની સમસ્યા સામે જનસમાજની ભાગીદારીથી થઇ રહેલી પોષક આહારની પ્રવૃત્તિઓ અને મહિલા સશકિતકરણ વિશેના નવતર અભિગમની જાણકારી મેળવી હતી.
નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે રાજનૈતિક પ્રવૃત્તિઓના જાહેરજીવનમાં મહિલાઓ માટે સમાજસેવાના અનેકવિધ અવસરો છે અને સમાજમાં ભાજપાના મહિલા કાર્યકર્તાઓની સેવાની ઓળખ પ્રસ્થાપિત થયેલી છે.
મુંબઇ ભાજપા મહિલા મોરચાની આ બહેનોએ મહારાષ્ટ્રમાં દુષ્કાળની સ્થિતિની તુલનામાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં અપૂરતા વરસાદ છતાં જળસંચય વ્યવસ્થાપનથી અકાળની સ્થિતિ દ્રષ્ટિમાન થતી નથી, એમ જણાવ્યું હતું.












Click it and Unblock the Notifications
