દારૂ, હત્યા જ જેનું જીવન હતું, તેની મોત પણ આ જ કારણે થઇ
રવિવારે મોડી રાતે ગેંગવોર અને અંગત અદાવતના કારણે કુખ્યાત આરોપી ભૂપત આહિતની હત્યા થઇ. વધુ વાંચો અહીં
અમરેલીના ધારી તાલુકાના વતની તેવા ભુપત આહિરની, સુરતમાં રવિવારે મોડી રાતે કારમી હત્યા કરવામાં આવી હતી. તેની પર કારમાં આવેલા લોકોએ તલવાર અને ચાકુના ઉપરા ઉપરી પ્રહરો કરી તેને લોહીમાં લથબથ મરવા માટે મૂકી ભાગી છૂટ્યા હતા.

ગુનાહિત ઇતિહાસ
નોંધનીય છે કે ભુપત આહિર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેણે અત્યાર સુધીમાં 7 જેવા લોકોની હત્યા કરી છે. અને દારૂના ધંધા, હપ્તા વસૂલવા તેવા તમામ ગુનાહિત ધંધામાં તેનું નામ સંડોવાયેલું હતું. અનેક વાર તે જેલની હવા પણ ખાઇ ચૂક્યો છે પણ કોઇને કોઇ કારણે તે જેલથી જામીન મેળવીને બહાર આવતો અને પછી તે જ ગુનાહિત પ્રવૃત્તિઓમાં ફરી જોડાઇ જતો.
ગેંગવોર જ બન્યું મોતનું કારણે
સુરત અને દક્ષિણ ગુજરાતમાં દારૂ અને અન્ય ગુનાહિત વેપારમાં અગંત અદાવતના કારણે તેની મોત થઇ હોય તેવું પ્રાથમિક તપાસ પરથી જાણવા મળ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે દિલીપ વાધરીને પાટિલ ગેંગ સાથ સાથે અંગત અદાવતના કારણે જ ભૂપત આહિરને મારી નાખવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
