નડિયાદમાં રહેતી યુવતીનો આપઘાત કે હત્યા મોટું રહસ્ય?

Posted By:
Subscribe to Oneindia News

નડિયાદમાં નર્સિંગના ત્રીજા વર્ષમાં ભણતી એક યુવતીએ નડિયાદના કર્મવીર ટાવરના નવમાં માળથી કૂદીને શંસ્કાસ્પદ હાલતમાં આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના અંગે પોલીસને જાણ કરતા તે ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસને ઘટના સ્થળેથી આપત્તિજનક વસ્તુઓ મળી છે. આ સમગ્ર મામલે પોલીસે શંકાના આધારે યુવતીના બોય ફ્રેન્ડની ધરપકડ કરીને કડકાઈથી પૂછપરછ કરવામાં આવી રહી છે.

kalpna

સમગ્ર ઘટનાની જાણવા મળતી માહિતી અનુસાર નર્સિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી કલ્પના રોહિત નામની યુવતી, જે મૂળ ગાંધીનગરની રહેવાસી હતી. તે નડિયાદની એક હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. શનિવારે રાત્રે હોસ્ટેલમાંથી તેના પિતાએ તેને બોલાવી છે કહીને તે નીકળી હતી. ત્યાર બાદ મંગળવારે તેણે નડિયાદના કર્મવીર ટાવર પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને આ અંગે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા થોડી વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી.

English summary
Nadiad Girl Suicide case: Mystery still remain.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.