For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નારાયણ સાંઇ કેસમાં પોલીસને કરાઇ કરોડોની ઓફર

|
Google Oneindia Gujarati News

ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, કોબ્રા પોસ્ટ નામની એક વેબસાઇટ દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં ગુજરાતના સાંસદ ફસાયા છે. એક સાંસદ જામનગરના છે જ્યારે અન્ય એક દિવ-દમણના હોવાનું બહાર આવ્યું છે. સુરતમાં બળાત્કાર કેસનો સામનો કરી રહેલા નારાયણ સાંઇ કેસમાં ભીનું સંકેલવા માટે કરોડો રૂપિયાની ઓફર સાધકો દ્વારા પોલીસને કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

વડોદરાઃ મૃતક વિદ્યાર્થીના પરિવારને 10 લાખ આપવાની માગ

વડોદરાઃ મૃતક વિદ્યાર્થીના પરિવારને 10 લાખ આપવાની માગ

વડોદરા ખાતે આવેલા તરસાલી સ્થિત આઇટીઆઇની ઇમારત ધરાશયી થઇ હતી, જેમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. જેને લઇને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આઇટીઆઇનું શિક્ષણકાર્ય બંધ કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આ દુર્ઘટનામાં મૃત્યું પામનારા વિદ્યાર્થીના પરિવારજનોને 10 લાખ રૂપિયાની સહાય કરવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી છે.

સુરતઃ સાંઇ કેસમાં ભીનું સંકેલવા કરાઇ કરોડોની ઓફર

સુરતઃ સાંઇ કેસમાં ભીનું સંકેલવા કરાઇ કરોડોની ઓફર

સુરતમાં બળાત્કાર કેસનો સામનો કરી રહેલા નારાયણ સાંઇ કેસમાં ભીનું સંકેલવા માટે કરોડો રૂપિયાની ઓફર સાધકો દ્વારા પોલીસને કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. મળતી માહિતી અનુસાર નારાયણ સાંઇના સાધકોએ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ અને અન્ય કર્મીઓએને આ કેસ પર નજર રાખવા માટે તથા નારાયણ સાંઇને જરૂરી સવલતો પૂરી પાડવા માટે જંગી રકમની ઓફર કરવામાં આવી હતી. જે બદલ પીએસઆઇ સીએમ કુંભાણીની ધરપકડ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

સ્ટિંગ ઓપરેશનમાં ફસાયા ગુજરાતના સાંસદ

સ્ટિંગ ઓપરેશનમાં ફસાયા ગુજરાતના સાંસદ

કોબ્રા પોસ્ટ નામની એક વેબસાઇટ દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં ગુજરાતના સાંસદ ફસાયા છે. એક સાંસદ જામનગરના છે જ્યારે અન્ય એક દિવ-દમણના હોવાનું બહાર આવ્યું છે. કોંબ્રા દ્વારા કરવામાં આવેલા સ્ટિંગમાં 11 સાંસદોનો ઉલ્લેખ છે, જેમાં જામનગરના વિક્રમ માડમ(કોંગ્રેસના સાંસદ) અને દિવ-દમણના લાલુભાઇ પટેલ(ભાજપના સાંસદ)ના નામો બહાર આવતા રાજ્યના રાજકારણે ગરમાવો પકડ્યો છે. સ્ટિંગ મારફતે કરવામાં આવેલા ઘટસ્ફોટમાં કહેવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયાની એક ઓઇલ કંપની માટે લોબિઇંગ કરવા બદલ 11 સાંસદોએ રૂ. 50 હજારથી લઇને પાંચ લાખ રૂપિયા સુધીની લાંચ લીધી હતી.

રાજકોટઃ ઠાકોર સાહેબના પૌત્રની શાહી સગાઇ

રાજકોટઃ ઠાકોર સાહેબના પૌત્રની શાહી સગાઇ

રાજકોટના ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજાના પૌત્ર જયદીપસિંહની શાહી સગાઇનો પ્રસંગ રાજકોટના રાજઘરણાના નિવાસ્થાન રણજિત વિલાસ પેલેસ ખાતે યોજવામાં આવ્યો હતો. આ શાહી પ્રસંગે માત્ર ગુજરાતના જ નહીં પરંતુ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર અને ઓરિસ્સા સહિતના વિવિધ રાજ્યોમાંથી રાજપરિવારોના સભ્યો દ્વારા હાજરી આપવામાં આવી હતી.

અમદાવાદઃ આડેધડ પાર્કિંગ સામે એએમસીની તવાઇ

અમદાવાદઃ આડેધડ પાર્કિંગ સામે એએમસીની તવાઇ

અમદાવાદમાં હાલ જો કોઇ સૌથી મોટો પ્રશ્ન હોય તો એ છે ટ્રાફિક અને પાર્કિંગનો. ત્યારે શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને હળવી બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક્શન પ્લાન હાથ ધરવામાં આવ્યો છે. એએમસી દ્વારા આડેધડ કરવામાં આવતા પાર્કિંગ સામેની ઝુંબેશને વધુ અસરકારક બનાવવાના ભાગરૂપે તમામ ઝોન હેઠળના વિસ્તારમાં ક્યાં ક્યાં આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે અને કયા કારણો જવબાદર છે તેની યાદી તૈયાર કરી પગલા લેવાનું નક્કી કર્યું છે. નોંધનીય છે કે જેના કારણે હોટલ, મોલ, હોસ્પિટલ અને સ્કૂલની આસપાસના વિસ્તારો સામે પગલાં લેવાઇ શકે છે.

English summary
narayan sai rape case money offered to police. here top new of gujarat in photos.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X