For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવસારીમાં મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

|
Google Oneindia Gujarati News

વાસદા, 21 ઓક્ટોબર: આદિવાસી વિકાસ વિભાગ અને જંગલ અને પર્યાવરણ વિભાગ, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે નવસારીના વાસદા ખાતે 'આદિવાસીઓના અધિકાર અને સશક્તિકરણ કાર્યક્રમ'નું આજે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા છે. મોદીની સાથે આનંદીબેન પટેલ અને ગણપતભાઇ વસાવા પણ હાજર રહ્યા છે.

મંચ પર મોદીનું આદીવાસી ઢબે સ્વાગત કરવામાં આવ્યું હતું. આદીવાસી ભાઇબહેનોએ, ગામીત સમજ દ્વારા ઢોલ નગારા દ્વારા અને પોતાના પારંપરિક પહેરવેશ અને વાંજિત્રા આપીને મુખ્યમંત્રીનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે વલસાડ જિલ્લાના કલેક્ટરે કન્યા કેળવણી નિધિ માટે મુખ્યમંત્રીને ચેક એનાયાત કર્યો હતો. તેમજ વિકાસાત્મક કાર્યોને આવરી લેતી એક શોર્ટ ફિલ્મનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આદિવાસી જાતિના લોકોને, ખેડૂતોને, તેમજ અન્ય સંગઠનોને વિકાસકાર્યોમાં ઉમદા પ્રધાન બદલ ચેક એનાયાત કરવામાં આવ્યા હતા.

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

આદિવાસી વિકાસ વિભાગ અને જંગલ અને પર્યાવરણ વિભાગ, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે નવસારીના વાસદા ખાતે 'આદિવાસીઓના અધિકાર અને સશક્તિકરણ કાર્યક્રમ'નું આજે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા છે. મોદીની સાથે આનંદીબેન પટેલ અને ગણપતભાઇ વસાવા પણ હાજર રહ્યા છે.

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

મંચ પર મોદીનું આદીવાસી ઢબે સ્વાગત કરવામાં આવ્યું હતું. આદીવાસી ભાઇબહેનોએ, ગામીત સમજ દ્વારા ઢોલ નગારા દ્વારા અને પોતાના પારંપરિક પહેરવેશ અને વાંજિત્રા આપીને મુખ્યમંત્રીનું સન્માન કર્યું હતું.

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

આ પ્રસંગે વલસાડ જિલ્લાના કલેક્ટરે કન્યા કેળવણી નિધિ માટે મુખ્યમંત્રીને ચેક એનાયાત કર્યો હતો. તેમજ વિકાસાત્મક કાર્યોને આવરી લેતી એક શોર્ટ ફિલ્મનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

ગુજરાતમાં અનુસુચિત જાતિ અને જનજાતિના લોકો 22 ટકા છે. આની સાથે માછીમાર કરતા લોકોની સંખ્યા જોડીએ તો આ સંખ્યા વધારે થાય.

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

ગુજરાતના વિકાસમાં આદિવાસીઓનું યોગદાન જરા પણ ઓછું નથી. કારણ કે આપણે વિકાસ એવો મંત્ર લઇને ચાલીએ છીએ અને છેવાડાના માણસનો પણ વિકાસ એ સુનિશ્ચિત કરીને ચાલીએ છીએ.

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

ખેડૂત ખેતી કરે પણ તેના પર લટકતી તલવાર હોય છે. એ જમીન પર તેની માલિકી ના હોય. એ જમીન પર લોન લેવી હોય કે સંતાનોને વારસો કરી આપવો હોય તો તે ના કરી શકે.

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

પરસેવો પાડીને એ જમીન ખેડે તોય તેને એ જમીન ના મળે. આ સરકારે એક બીડું ઝડપ્યું મિત્રો. ત્રણત્રણ તબક્કામાં આપણે આદિવાસી ભાઇબહેનોને ઉમરગામમાં જમીનના પટ્ટા આપ્યા. આપણે દેશમાં બહુ મોટું કામ કર્યું છે.

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

સરકાર આપવા માંગતી હોય તોય આપી ના શકે કારણ કે તેમની પાસે કોઇ કાગળીયા ના હોય. પરંતુ ગુજરાતે સેટેલાઇટ ટેકનોલોજીની મદદથી ફોટા પાડીને નક્કી કર્યું કે ક્યાં ખેતી થતી હતી. અને તેની વહેંચણી કરી.

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

સરકારી અધિકારીઓને જણાવ્યું કે આની તપાસ કરો. અને ગુજરાતની ભાજપ સરકારે બધી અરજીઓ ફરીથી જોવાઇ અને તેમના પ્રશ્નો હલ કરાયા. અને 22 હજાર આદિવાસી ખેડૂતોને લાભ કરાવી આપવામાં આવ્યો. આ નાનીસૂની વાત નથી મિત્રો. કોઇ વચેટિયો આદીવાસીઓની જમીન પર હાથ ના ફેરવી જાય એના માટે પણ આપણે વ્યવસ્થા કરી દીધી. નવતર પ્રયોગ એ કર્યો કે સામુહિક કાર્યો માટે જમીન આપી શકાય.

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

ગુજરાતે સમગ્ર દેશમાં દિવાદાંડીરૂપ કામ કર્યું છે. સવા પાંચ એકર ભૂમિ આ આદિવાસીઓને હસ્ત કરી દીધી છે. પહેલીવાર દેશમાં આ પ્રકારનું કામ કરવાની પહેલ ગુજરાત સરકારે કરી છે.

અમે દરવર્ષે કૃષિ મહોત્સવ કરીએ છીએ. અને મારા ખેડૂત મિત્રો અવનવા પ્રયોગો કરીને ઇનામો લઇ જાય છે. આદીવાસી ભાઇ બહેનો જોરદાર કેળાની ખેત કરતા થયા છે.

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

એટલે માત્ર જમીન આપીને છૂટા નહીં થવાનું, તેને પાણી મળે, ચેકડેમ જોઇએ. તેના માટે સરકારે 3700 કરોડ રૂપિયાનું ઉમરગામથી અંબાજી સુધી એક પાણીનું નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું છે.

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

મારા આદીવાસી ભાઇને વીજળી પણ જોઇએ, તે પણ આધુનિક ખેતી કરવા લાગ્યો છે. તમને આશ્ચર્ય થશે મિત્રો ભૂતકાળની સરકારે કોઇ આદિવાસીને મંત્રી બનાવી દીધો અને મુખ્યમંત્રી બનાવી દીધો.

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

ગુજરાત સરકારે જ્યોતિગ્રામ યોજના શરૂ કરી. અને દેશના અન્ય રાજ્યો વિચારમાં પડી ગયા કે આ ગુજરાત ચોવીસ કલાક વીજળી ક્યાંથી લાવે છે.

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

મિત્રો અમે આ જ્યોતિગ્રામ યોજનાની શરૂઆત ડાંગ જિલ્લામાંથી કરી. અમારી વિચારધારા છેવાડાના માનવીથી વિકાસ કરવાની છે મિત્રો.

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

મિત્રો અમારી ઇચ્છા છે કે અમારી આદિવાસી દિકરીઓ ભણે અને આગળ વધે. અમે નક્કી કર્યું કે ધોમ ધખતા તડકામાં સરકાર તમારા ત્યાં વિસ્તારના ગામે ગામ અને એક એક ઘરમાં જઇશું અને તમારી દિકરીઓને ભણાવવા માટે શાળાએ મોકલવાનું બિડું ઝડપ્યું.

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

મિત્રો હું પોતે ત્રણ ત્રણ દિવસ સુધી દરેક ગામમાં એક એક ઘરમાં જઇને કહેતો હતો કે મને તમારી દીકરીને આપો મારે તેને ભણાવવી છે

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

અમે સંસદમાં વનબંધુ યોજાની વાત કરી તો તેમણે કહ્યું કે 15000 કરોડની રકમ નાનીસુની રકમ નથી. મિત્રો અમારા આદિવાસી ભાઇઓના જોરે અમે આ 15000 કરોડની વનબંધુ યોજના પૂરી પણ કરી. ત્યારે અમે 17 હજાર કરોડ રૂપિયા વાપર્યા અને તે સફળ પણ રહ્યું મિત્રો. અને હવે અમે 40 હજાર કરોડ રૂપિયાના રોકાણની યોજના બનાવી રહ્યા છીએ.

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

મિત્રો સુવાવડી બહેનો હોય. જ્યારે તેને પ્રસુતિની પીડા ઉપડી હોય તેના માટે આપણે ચિરંજીવી યોજના લાવ્યા, સુવાવડમાં બાળક પણ ના મરે અને માતા પણ જીવીત રહે. આ યોજનાના કારણે લોકોએ અમારી સરાહના કરી છે. એના જ ભાગ રુપે આજે શિક્ષણ હોય, આરોગ્ય હોય, પાણીની વ્યવસ્થા હોય, ખેડૂતના પાકને બજાર ભાવ મળે દરેક વ્યવસ્થા ઉભી કરી છે.

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

અટલજીએ આ અંગેની શરૂઆત કરી. મિત્રો 45 વર્ષમાં કોંગ્રેસનું તમારા તરફ ધ્યાન જ ન્હોતું. કોઇ મંત્રાલય જ ન્હોતું, મંત્રી ન્હોતો, બજેટ ન્હોતું, ઓફીસ ન્હોતી, દસાડા દફ્તરમાં કોઇ કાર્યાલય જ ન્હોતું. આ અટલજીનો આભાર માનો કે તેમણે આવીને તમારા તરફ ધ્યાન આપ્યું કે. તેમણે આપના માટે અલગ બજેટ ફાળવ્યું, નાણાં ફાળવ્યા, અલગ ઓફીસ બનાવી, અલગ વ્યવસ્થા ઉભી કરી છે.

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

મોદીએ કોંગ્રેસના 40 વર્ષોના કાર્યો પર ઉઠાવ્યા સવાલ

આ કોંગ્રેસ સરકારે આવીને ફરીથી આ યોજનાઓને બાજુ પર મૂકી દીધી, તાળા લગાવી દીધા છે. ભાઇઓ બહેનો આપણે ફરીથી અટલજીના કામને ઉપાડવાનું છે. ગરીબો અને આદીવાસીઓના હક્કોને છીનવી લેતી દિલ્લીની આ સરકારને તમારે ખદેડી મૂકવાની છે. અને મિત્રો તમને મળેલી જમીન અને રૂપિયાનો યોગ્ય ઉપયોગ કરશો એવી વિનંતી સાથે જય હિન્દ...

નરેન્દ્ર મોદીનું સંબોધન:
ગુજરાતમાં અનુસુચિત જાતિ અને જનજાતિના લોકો 22 ટકા છે. આની સાથે માછીમાર કરતા લોકોની સંખ્યા જોડીએ તો આ સંખ્યા વધારે થાય. મિત્રો આ સંખ્યા વધારે હોવા છતાં ગુજરાતે વિકાસ કર્યો છે, દેશ વિદેશમાં ડંકો વગાડ્યો છે. જ્યારે અન્ય રાજ્યોમાં આ સંખ્યા ઓછી હોવા છતાં તેઓ બજેટ અન્ય બહાનાબાજી કરતા હોય છે.

ગુજરાતના વિકાસમાં આદિવાસીઓનું યોગદાન જરા પણ ઓછું નથી. કારણ કે આપણે વિકાસ એવો મંત્ર લઇને ચાલીએ છીએ અને છેવાડાના માણસનો પણ વિકાસ એ સુનિશ્ચિત કરીને ચાલીએ છીએ. ખેડૂત ખેતી કરે પણ તેના પર લટકતી તલવાર હોય છે. એ જમીન પર તેની માલિકી ના હોય. એ જમીન પર લોન લેવી હોય કે સંતાનોને વારસો કરી આપવો હોય તો તે ના કરી શકે. પરસેવો પાડીને એ જમીન ખેડે તોય તેને એ જમીન ના મળે. આ સરકારે એક બીડું ઝડપ્યું મિત્રો. ત્રણત્રણ તબક્કામાં આપણે આદિવાસી ભાઇબહેનોને ઉમરગામમાં જમીનના પટ્ટા આપ્યા. આપણે દેશમાં બહુ મોટું કામ કર્યું છે.

સરકાર આપવા માંગતી હોય તોય આપી ના શકે કારણ કે તેમની પાસે કોઇ કાગળીયા ના હોય. પરંતુ ગુજરાતે સેટેલાઇટ ટેકનોલોજીની મદદથી ફોટા પાડીને નક્કી કર્યું કે ક્યાં ખેતી થતી હતી. અને તેની વહેંચણી કરી. આપણે બધી પ્રક્રિયાઓ કરી. પરંતુ ઘણાબધા આદિવાસીઓને એવું લાગતું હતું કે તેમની અરજી ફરીથી જોઇ લેવી જોઇએ. મેં સરકારી અધિકારીઓને જણાવ્યું કે આની તપાસ કરો. અને ગુજરાતની ભાજપ સરકારે બધી અરજીઓ ફરીથી જોવાઇ અને તેમના પ્રશ્નો હલ કરાયા. અને 22 હજાર આદિવાસી ખેડૂતોને લાભ કરાવી આપવામાં આવ્યો. આ નાનીસૂની વાત નથી મિત્રો. કોઇ વચેટિયો આદીવાસીઓની જમીન પર હાથ ના ફેરવી જાય એના માટે પણ આપણે વ્યવસ્થા કરી દીધી. નવતર પ્રયોગ એ કર્યો કે સામુહિક કાર્યો માટે જમીન આપી શકાય.

ગુજરાતે સમગ્ર દેશમાં દિવાદાંડીરૂપ કામ કર્યું છે. સવા પાંચ એકર ભૂમિ આ આદિવાસીઓને હસ્ત કરી દીધી છે. પહેલીવાર દેશમાં આ પ્રકારનું કામ કરવાની પહેલ ગુજરાત સરકારે કરી છે. 58 હજાર આદિવાસીઓને એક લાખ પંદર હજાર ભૂમિના પટ્ટા આ આદિવાસીઓને હજી આપવાની છે. આ જમીનનો ભાવ મિત્રો 1500 કરોડ રૂપિયાની છે. આ તમારા સુખ માટે અને તમારા દિકરાઓ પણ સુખી થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને મિત્રો માત્ર જમીન આપીને છૂટી જવાની વાત પણ નથી. સરકાર તેની પાસેથી જ ચીજવસ્તુઓ ખરીદે છે.

અમે દરવર્ષે કૃષિ મહોત્સવ કરીએ છીએ. અને મારા ખેડૂત મિત્રો અવનવા પ્રયોગો કરીને ઇનામો લઇ જાય છે. આદીવાસી ભાઇ બહેનો જોરદાર કેળાની ખેત કરતા થયા છે. એટલે માત્ર જમીન આપીને છૂટા નહીં થવાનું, તેને પાણી મળે, ચેકડેમ જોઇએ. તેના માટે સરકારે 3700 કરોડ રૂપિયાનું ઉમરગામથી અંબાજી સુધી એક પાણીનું નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું છે. મારા આદીવાસી ભાઇને વીજળી પણ જોઇએ, તે પણ આધુનિક ખેતી કરવા લાગ્યો છે. તમને આશ્ચર્ય થશે મિત્રો ભૂતકાળની સરકારે કોઇ આદિવાસીને મંત્રી બનાવી દીધો અને મુખ્યમંત્રી બનાવી દીધો. ચલો એ સારું કર્યું પરંતુ આ આદીવાસીઓનું શું કર્યું એનો તો જવાબ આપો. પરંતુ હવે આદિવાસી મિત્રો જાગી ગયા છે.

ગુજરાત સરકારે જ્યોતિગ્રામ યોજના શરૂ કરી. અને દેશના અન્ય રાજ્યો વિચારમાં પડી ગયા કે આ ગુજરાત ચોવીસ કલાક વીજળી ક્યાંથી લાવે છે. મિત્રો અમે આ જ્યોતિગ્રામ યોજનાની શરૂઆત ડાંગ જિલ્લામાંથી કરી. અમારી વિચારધારા છેવાડાના માનવીથી વિકાસ કરવાની છે મિત્રો.

મિત્રો અમારી ઇચ્છા છે કે અમારી આદિવાસી દિકરીઓ ભણે અને આગળ વધે. અમે નક્કી કર્યું કે ધોમ ધખતા તડકામાં સરકાર તમારા ત્યાં વિસ્તારના ગામે ગામ અને એક એક ઘરમાં જઇશું અને તમારી દિકરીઓને ભણાવવા માટે શાળાએ મોકલવાનું બિડું ઝડપ્યું. મિત્રો હું પોતે ત્રણ ત્રણ દિવસ સુધી દરેક ગામમાં એક એક ઘરમાં જઇને કહેતો હતો કે મને તમારી દીકરીને આપો મારે તેને ભણાવવી છે.

મિત્રો આ કોંગ્રેસીઓએ તમારી આંખોમાં ધૂળ નાખવાનું જ કામ કર્યું છે. તેમણે તમને આવીને કહ્યું કે અમે તમારા માટે મેડિકલમાં આટલા ટકા અનામત લાવી દીધી, એન્જિનિયરિંગમાં રિઝર્વેશન લાવી દીધું. પરંતુ મિત્રો ડોક્ટર કે એન્જિનિયર થવું હોય તો ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં પાસ થવું પડે કે ના થવું પડે. 40 વર્ષો સુધી કોંગ્રેસના રાજમાં ઉમરગામથી અંબાજી સુધી વિજ્ઞાન પ્રવાહની શાળા ન્હોતી, જો વિજ્ઞાન પ્રવાહની શાળા જ ના હોય તો તેઓ ડોક્ટર કે એન્જિનિયર કેવી રીતે બનવાના. ભાઇઓ અમે તાલુકે તાલુકે વિજ્ઞાનપ્રવાહની શાળાઓ ઉભી કરી દીધી અને આઇટીઆઇ ઉભી કરી દીધી અને મારા આદિવાસી ભાઇ બહેનો તેમાં ભણે પણ છે અને સારા પરિણામ પણ લાવે છે.

અમે સંસદમાં વનબંધુ યોજાની વાત કરી તો તેમણે કહ્યું કે 15000 કરોડની રકમ નાનીસુની રકમ નથી. મિત્રો અમારા આદિવાસી ભાઇઓના જોરે અમે આ 15000 કરોડની વનબંધુ યોજના પૂરી પણ કરી. ત્યારે અમે 17 હજાર કરોડ રૂપિયા વાપર્યા અને તે સફળ પણ રહ્યું મિત્રો. અને હવે અમે 40 હજાર કરોડ રૂપિયાના રોકાણની યોજના બનાવી રહ્યા છીએ.

મિત્રો સુવાવડી બહેનો હોય. જ્યારે તેને પ્રસુતિની પીડા ઉપડી હોય તેના માટે આપણે ચિરંજીવી યોજના લાવ્યા, સુવાવડમાં બાળક પણ ના મરે અને માતા પણ જીવીત રહે. આ યોજનાના કારણે લોકોએ અમારી સરાહના કરી છે. એના જ ભાગ રુપે આજે શિક્ષણ હોય, આરોગ્ય હોય, પાણીની વ્યવસ્થા હોય, ખેડૂતના પાકને બજાર ભાવ મળે દરેક વ્યવસ્થા ઉભી કરી છે.

મારી આદિવાસી ભાઇઓને વિનંતી છે કે તમને આપેલી જમીન કોઇ પણ લોભ લાલચમાં આવી જઇને કોઇના હાથમાં ના જવા દેતા. આ તમારા બાળકોના ભવિષ્ય માટેની ભેંટ છે. આપનું કલ્યાણ એમાં જ રાષ્ટ્રનું હિત રહ્યું છે. મારો આદિવાસી સમાજ, દલિત કે છેવાડાના ભાઇઓ પાછળ રહી જશે તો દેશ આગળ કેવી રીતે વધી શકશે. દેશને આગળ લઇ જવા માટે આ સમાજને આગળ લઇ જવો પડશે.

અટલજીએ આ અંગેની શરૂઆત કરી. મિત્રો 45 વર્ષમાં કોંગ્રેસનું તમારા તરફ ધ્યાન જ ન્હોતું. કોઇ મંત્રાલય જ ન્હોતું, મંત્રી ન્હોતો, બજેટ ન્હોતું, ઓફીસ ન્હોતી, દસાડા દફ્તરમાં કોઇ કાર્યાલય જ ન્હોતું. આ અટલજીનો આભાર માનો કે તેમણે આવીને તમારા તરફ ધ્યાન આપ્યું કે. તેમણે આપના માટે અલગ બજેટ ફાળવ્યું, નાણાં ફાળવ્યા, અલગ ઓફીસ બનાવી, અલગ વ્યવસ્થા ઉભી કરી છે. આ કોંગ્રેસ સરકારે આવીને ફરીથી આ યોજનાઓને બાજુ પર મૂકી દીધી, તાળા લગાવી દીધા છે. ભાઇઓ બહેનો આપણે ફરીથી અટલજીના કામને ઉપાડવાનું છે. ગરીબો અને આદીવાસીઓના હક્કોને છીનવી લેતી દિલ્લીની આ સરકારને તમારે ખદેડી મૂકવાની છે. અને મિત્રો તમને મળેલી જમીન અને રૂપિયાનો યોગ્ય ઉપયોગ કરશો એવી વિનંતી સાથે જય હિન્દ...

<center><center><center><center><center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/dMHP5OM13ro" frameborder="0" allowfullscreen></iframe></center></center></center></center></center>

English summary
Narendra Modi address “Tribal Rights & Empowerment Program” in Vansada, Navsari.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X