મોદીનો મોબાઇલ સંદેશ, 'બિહારની કાબિલિયતનું સમ્માન કરું છું'
ગાંધીનગર, 7 જુલાઇ : બીજેપી તરફથી પ્રધાનમંત્રી પદના દાવેદારોમાં સૌથી આગળ ચાલી રહેલા નરેન્દ્ર મોદીએ શનિવારે બિહારના ભાજપ કાર્યકરોને મોબાઇલ દ્વારા સંબોધ્યા હતા. તેમણે જણાવ્યું કે બિહારની ધરોહર અને કાબિલિયતનું તેઓ પરેપૂરું સમ્માન કરે છે.
નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે મોંઘવારીની મારથી દેશના લોકો ખૂબ જ ત્રસ્ત છે. દેશની કથડતી હાલત અંગે વાત કરતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આજે દેશની પરિસ્થિતિ 1974 જેવી થઇ ગઇ છે.

નરેન્દ્ર મોદીએ બિહારના બાંકા જિલ્લામાં નક્સલવાદની સમસ્યા અંગે વિસ્તારથી જાણકારી હાસલ કરી. તેમણે દિવંગત સાંસદ દિગ્વિજય સિંહને પણ યાદ કર્યા, જે બાંકા જિલ્લાથી જ સાંસદ હતા. તેમણે જણાવ્યું કે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વિકાસ માટે અલગ-અલગ મોડેલ બનાવવું જોઇએ.
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી બીજેપીની ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ છે. પાર્ટીએ જેવા જ તેમને ચૂંટણી અભિયાનની કમાન સોંપી, ત્યારે જેડીયૂએ બીજેપી અને એનડીએથી છેડો ફાડી લીધો.












Click it and Unblock the Notifications
