For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election: કોંગ્રેસને સરદાર સાહેબ સાથે વાંધો, અને દેશની એકતા સામે પણ વાંધો :નરેન્દ્રભાઇ મોદી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સોજીત્રા ખાતે બીજા તબક્કાના માટે ચૂંટણી જાહેરસભાને સંબોધી. નરેન્દ્ર મોદી સંબોધન કરતા જણાવ્યું કે, સરદાર વલ્લભભાઇ પટેલે એક ભારત શ્રેષ્ઠ ભારત નો સંકલ્પ સાકાર કર્યો, રાજા રજવાડાને એક કર્યા. આ મા

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સોજીત્રા ખાતે બીજા તબક્કાના માટે ચૂંટણી જાહેરસભાને સંબોધી. નરેન્દ્ર મોદી સંબોધન કરતા જણાવ્યું કે, સરદાર વલ્લભભાઇ પટેલે એક ભારત શ્રેષ્ઠ ભારત નો સંકલ્પ સાકાર કર્યો, રાજા રજવાડાને એક કર્યા. આ મારુ સૌભાગ્ય છે કે વિશ્વનું સૌથી ઉંચુ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનું સૌભાગ્ય મળ્યુ. આખી દુનિયામાં સરદાર સાહેબનું નામ લોક જીભે ચર્ચામાં આવ્યું તે તેની ઉંચાઇના કારણે નહી તેના વ્યક્તિત્વની ઉંચાઇની સમજણ પડી તેના કારણે છે.

ELECTION

મોદી વધુમાં જણાવ્યું કે, ભારતની એકતાના કારણે આજે ભારત દુનિયાની અંદર મોટી તાકાત બની રહ્યુ છે. કોંગ્રેસને સરદાર સાહેબ સાથે વાંધો, અને દેશની એકતા સામે પણ વાંધો કારણ કે તેમનું રાજકારણ ભાગલા પાડો અને રાજ કરો તે હતું. સરદાર સાહેબને ક્યારેય પોતાના ગણ્યા નથી. શ્રી મોદી સાહેબે જનતાને કહ્યુ કે કોંગ્રેસ વાળા આવે તો એક સવાલ પુછજો કે સરદાર વલ્લભ ભાઇ પટેલ કોંગ્રેસમાં હતા?. આ સરદાર સાહેબે દેશને એક કરવાનું કામ કર્યુ હતું ?, અને ત્રીજુ સરદાર સાહેબનું સરદાર સરોવર ડેમ પર દુનિયાનું સૌથી મોટુ સ્મારક બન્યું છે ત્યા ગયા છો ?. કોંગ્રેસના લોકો એ ત્યા જવું જોઇએ કે નહી ? તેવો સવાલ કર્યો. કોંગ્રેસને સજા કરવી પડે કે નહી... આ વખતે આંણદ જીલ્લો એકતા બતાવી સરદાર સાહેબના દોષીઓને સજા કરશે. ગુજરાતમાં કોંગ્રેસે જાત-જાતને લડાવી, એક ગામને બીજા ગામ અને ગામડાને શહેર જોડે લડાવવાનું કામ કર્યુ તેના કારણે ગુજરાત નબળુ પડયું.

ગુજરાતમાં કોંગ્રેસની સરકારમાં કરફ્યુ રોજની વાત હતી.એકતાના કારણે આજે ગુજરાતની જનતા એકતા માટે મત આપતી આવી છે અને 20 વર્ષથી ગુજરાત શાંત અને ભાઇચારાથી જીવે છે. આજે ગુજરાત દેશભરમાં નવી ઉંચાઇ પર છે. કોંગ્રેસના લોકોએ અંગ્રેજો સાથે ઘણા વર્ષો સુધી કામ કર્યુ અને તેમની બધી કુટેવો કોંગ્રેસમાં આવી છે.

મોદી પાવગઢ અંગે વાત કરતા જણાવ્યું કે,છે. 25 વર્ષ પછી ગુજરાત કેવું હોય તેના માટે આ ચૂંટણી છે. દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે રોજ ન્યુઝ પેપરમાં ભ્રષ્ટાચારની હેડલાઇન અને સમાચાર બનતા આજે ભાજપની સરકારને 8 વર્ષ થયા ગોટાળાના કોઇ સમાચાર આવ્યા નથી. ભાજપ માટે 130 કરોડની જનતા આગળ વધે તેની ચિંતા હોય છે. કોરોના કાળમાં દેશની જનતાને બે-બે રસી નિશુલ્ક આપી છે આ ભારતની તાકાત છે. ભારતે કોરોનામાં જે રસીકરણ કર્યુ છે તે અમેરિકાની કુલ સંખ્યા તેના કરતા ચાર ગણુ કર્યુ છે.

મોદી વધુમાં જણાવ્યું કે, પહેલા એક જમાનો હતો કે વિજળીના બીલ ઓછા આવે તે માટે આંદોલન થતા કોંગ્રેસની સરકારે ખેડૂતોને વિજળી માંગે તો ગોળી મારી દેતી, પરંતુ ભાજપે એ સ્થિતિ કરી કે હવે ખેડૂતો વિજળી ઉત્પાદન કરી વહેચે અને સરકાર વિજળીના રૂપિયા આપે છે. આજે આંણદ જીલ્લામાં ચાર યુનિવર્સિટી છે,પહેલા રાજયમાં ચાર યુનિવર્સિટી ન હતી. આ ચૂંટણીમાં બધા રેકોર્ડ તોડી ભાજપના ઉમેદવારો જીતાડવા સંકલ્પ કરાવ્યો.

English summary
Narendra Modi addresses a public meeting at Sojitra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X