• search

મોદીને શુભેચ્છા પાઠવવા ગાંધીનગર ઉભરાયું, જુઓ વીડિયો...

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    modi
    ગાંધીનગર, 17 સપ્ટેમ્બરઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો 63મો જન્મ દિવસ છે. ગુજરાત સહિત દેશભરમાં મોદીના જન્મ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં ચાર ચાંદ એટલા માટે લાગ્યા કારણ કે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીને પોતાના વડાપ્રધાન ઉમેદવાર જાહેર કર્યા છે.

    મોદી પોતાના જન્મ દિવસે પોતાના માતા હીરા બાના આશિર્વાદ મેળવવા માટે તેમના નિવાસસ્થાને ગયા હતા. મોદીએ મીડિયાને જણાવ્યું કે માતા હીરા બાએ પાઠવેલા આશિર્વાદ અંગે મોદીએ કહ્યું કે, માતાના આશિર્વાદથી વિશેષ કઇ હોતું નથી. ત્યારબાદ મોદી ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને પણ મળવા ગયા હતા. ત્યારબાદ ગાંધીનગર ખાતે મોદીને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

    જેમાં ગુજરાત અને દેશના ખૂણેખૂણેથી મોભીઓએ આવીને તેમને શુભેચ્છા પાઠવી હતી. જેમાં વડોદરાના ગાયવાડ પરિવારના મોભીઓ, કલાકારો, હાસ્ય કલાકારો તેમજ વિવિધ સમાજના આગેવાનો મંચ પર આવીને મોદીને ભેંટ સોગાદો આપીને તેમના લાંબા જીવન માટે અને વડાપ્રધાન પદ માટે શુભેચ્છા આપી હતી.

    લોકો દ્વારા મોદીનું અભિવાદન થયા બાદ મોદીએ ઉપસ્થિત લોકોનું સંબોધન કરતા જણાવ્યું કે હું જે દિવસને ઉજવવામાં ક્યારેય માનતો ન્હોતો તેને મારે ઉજવવો પડી રહ્યો છે. હું હવે આ દિવસને ઉજવવા માટે બંધાઇ ગયો છું. આપના અભિવાદન અને આશિર્વાદ લેવા માટે મારે અહીં આવવું પડે છે.

    આજે વિશ્વકર્માનો પણ જન્મ દિવસ પણ છે. આપણા ત્યાં જે સમાજનો સામાન્ય વર્ગ છે, મજૂર વર્ગ છે, જેમના હાથમાં કૌશલ્ય છે, હુન્નર છે તેઓ સૌ તેમની આરાધના કરતા હોય છે. કારણ કે સૃષ્ટિના નિર્માણ બાદ તેની બારીકાઇથી રચનાનું કામ તેમણે કર્યું હતું. અને ત્યારથી સમાજની સેવામાં ડૂબેલો આ વર્ગ કારિગર વર્ગ એ વિશ્વકર્માની આરાધના કરે છે. આજે સમગ્ર વિશ્વમાં જેઓ પ્રગતિ, વિકાસ ઇચ્છે છે તેમના માટે મહત્વની બાબત છે હુનર ડેવલપમેન્ટ, કૌશલ્યનો વિકાસ. ભારતે પણ પોતાનું ભવિષ્ય ધરવું હશે તો આ શક્તિઓ પર પ્રાધ્યાન્ય આપવું પડશે. અને જ્યારે વિશ્વકર્માની જયંતિ ઉજવી રહ્યા છીએ ત્યારે 'શ્રમ એવ જયતે'ને આપણે અપનાવવું પડશે.

    મિત્રો આજના દિવસનું વધુ એક મહત્વ છે. 17 સપ્ટેમ્બરના રોજ સરદાર વલ્લભભાઇ પટેલે હૈદરાબાદને નિઝામના પંજામાંથી મૂક્ત કરાવ્યું હતું. આજે પણ હૈદરાબાદ આજના દિવસને યાદ કરીને સરદાર સાહેબને યાદ કરે છે.

    એક વાત નિશ્ચિત છે કે 2014ની ચૂંટણી પહેલી એવી ચૂંટણી છે કે સામાન્ય માનવી પણ તેની મીટ માંડીને બેઠો છે. જેમ કાળજાળ ગરમી હોય અને દરેક માણસ કેવો રાહ જોઇને બેસે છે, જલદી વરસાદ પડે તો સારું અને આ ગરમી જાય તો સારું. એવી હાલત આ વખતે થઇ છે. આખો દેશ એવું કહી રહ્યો હોય કે આ જટ પતે તો સારું. ઘરમાં કોઇ વડિલનું અવસાન થયું હોય અને જાણે કોઇ કહેતું હોય કે ઝલદી કરો સૂર્યાસ્ત પહેલા. આટ વર્ષોમાં પહેલી વાર બની રહ્યું છે કે કોઇ સરકાર પ્રત્યે લોકોને આટલો બધો અણગમો થઇ ગયો હોય.

    હું તમારી વચ્ચે મોટો થયો છું, હું આપે મને ઉછેર્યો છે, મિત્રો તમે જ્યારે મને ઘડ્યો હોય ત્યારે મને મારામાં જેટલું વિશ્વાસ હોય તેના કરતા મને ઘડનારામાં વિશ્વાસ વધારે હોય. તમને વિશ્વાસ ના આપવાનો હોય કે હું નહીં કરું કે જેનાથી મને ઘડનારાઓને નીચું જોવાનો વારો આવે. મિત્રો તમે મને ઘડ્યો છે તમારું માથું નીચું નહીં થવા દઉ. જુદા જુદા સમયે દરેકે અલગ અલગ રોલ ભજવવો પડતો હોય છે. દેશમાં આજે પરિવર્તન માટેની મહત્વકાંક્ષાઓ ઉભી થઇ છે. દેશના સવાસો કરડો લોકો ભારતમાતાની પૂજા નહીં કરે ત્યાં સુધી તે જગદગુરુના સ્થાને બિરાજમાન નહીં થાય.

    આપણા જુવાનીયાઓની આ દશા, માતા-દિકરીઓની આવી હાલત. આવતી પેઢી આપણને પૂછશે કે આ દિલ્હીને શા માટે યાદ કરવામાં આવે છે. ત્યારે આપણે શું જવાબ આપીશું, ગેંગરેપ? વચ્ચે વાત હતી કે કોલસાની ફાઇલો ખોવાઇ ગઇ. અરે એવા પણ સમાચાર આવશે કે આખે આખી સરકાર ખોવાઇ ગઇ છે. ગરીબમાં ગરીબ માણસ હિન્દુસ્તાનના કોઇપણ ખૂણામાં હોય તેને યાકુળવ્યાકુળ બનાવી દે છે. અને એવે સમયે મિત્રો સમાજના આશિર્વાદ મળતા હોય છે એ ઇશ્વરરૂપ જ હોય છે. મિત્રો તમે જે સપના જોયા છે એવા મજબૂત હિન્દુસ્તાનનો પાયો નંખાય એવા મારે આશિર્વાદ જોઇએ છે. મારુ અભિવાદન કરનાર તમામનું ધન્યવાદ અને અત્રે આવેલા તમામ લોકોને મળીને જ જઇશ.

    <center><center><center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/FFfAQZ6L_AY" frameborder="0" allowfullscreen></iframe></center></center></center>

    English summary
    Narendra Modi being felicitated on his birthday.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more