મોદી સમક્ષ સાક્ષાત્ નરેન્દ્ર : ‘એળે ન જાય જવાનોની શહાદત...’

ગાંધીનગર, 7 ઑગસ્ટ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાની સેનાના હુમલામાં ભારતીય સેનાના પાંચ જવાનો શહીદ થવાની ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં યુપીએ સરકાર ઉપર પ્રહારો કર્યાં. મોદીએ જણાવ્યું કે શહીદોનું બલિદાન એળે ન જવું જોઇએ. તેમણે જણાવ્યું કે યુપીએ સરકાર ચીનથી લઈ પાકિસ્તાન સુધી વિદેશ તેમજ સંરક્ષણ નીતિમાં સમ્પૂર્ણપણએ નિષ્ફળ રહી છે.

મોદી મંગળવારે સાંજે અહીં સિટી પલ્સ સિનેમા ઘરમાં યોજાયેલ ધ લાઇટ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે સમ્બોધી રહ્યા હતાં. મોદીએ પોતાના વૈચારિક ગુરુ સ્વામી વિવેકાનંદ પર આધારિત ધ લાઇટ સ્વામી વિવેકાનંદ ફિલ્મ જોયા બાદ યુવાનોનું આહ્વાન કર્યું કે તેઓ આ ફિલ્મ જરૂર જુએ. આ ફિલ્મ સ્વામી વિવેકાનંદના જીવન અને આદર્શને ચરિતાર્થ કરે છે.

મોદીએ આ પ્રસંગે કાશ્મીરમાં પાંચ ભારતીય જવાનોના શહીદ થવાની ઘટના અંગે યુપીએ સરકાર ઉપર પણ હુમલો કર્યો. નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સવા સો કરોડનો દેશ આજે ચિંતામાં ગ્રસ્ત છે. ક્યારેક સમાચાર આવે છે કે ચીન પોતાની કરતૂત દાખવી રહ્યું છે, તો ક્યારેક જાણવા મળે છે કે પાકિસ્તાની સેના હિન્દુસ્તાનના જવાનોના માથા કાપી લઈ જાય છે. હિન્દુસ્તાનનો દરેક માણસ આજે પોકારી-પોકારીને કહી રહ્યો છે કે આ શું થઈ રહ્યું છે? આપણા દેશના જવાનો માર્યા જાય છે. હું તો જોઈ રહ્યો છું કે પાકિસ્તાન હિન્દુસ્તાનના જવાનોના માથા કાપી રહ્યો છે અને હિન્દુસ્તાન માથું ઝુકાવી રહ્યો છે. એવા ખરાબ દિવસો ક્યારેય નથી જોયાં. ભારતે એક સ્વાભિમાન સાથે ઊભું થવું પડશે.

આવો તસવીરો સાથે જાણીએ ધ લાઇટ સ્વામી વિવેકાનંદ ફિલ્મ વિશે અને વધુમાં શું કહ્યું નરેન્દ્ર મોદીએ :

યુવાનો જરૂર જુએ ધ લાઇટ

યુવાનો જરૂર જુએ ધ લાઇટ

મોદીએ પોતાના વૈચારિક ગુરુ સ્વામી વિવેકાનંદ પર આધારિત ધ લાઇટ સ્વામી વિવેકાનંદ ફિલ્મ જોયા બાદ યુવાનોનું આહ્વાન કર્યું કે તેઓ આ ફિલ્મ જરૂર જુએ. આ ફિલ્મ સ્વામી વિવેકાનંદના જીવન અને આદર્શને ચરિતાર્થ કરે છે.

23મી ઑગસ્ટે રિલીઝ

23મી ઑગસ્ટે રિલીઝ

રામકૃષ્ણ મિશનના સંસ્થાક તથા સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર વેદાંતના વિખ્યાત તથા પ્રભાવશાળી આધ્યાત્મિક ગુરુના જીવન તેમજ તેમના વિચારોને સામાન્ય પ્રજા સુધી પહોંચાડવાના ઉદ્દેશે ફિલ્મ દિગ્દર્શક ટુટુ દાસે યુવા વિવેકાનંદમાંથી લઈ સર્વકાલિક સર્વશ્રેષ્ઠ પ્રચારક બનવાની કહાની ધ લાઇટ સ્વામી વિવેકાનંદને સિલ્વર સ્ક્રીન ઉપર લાવવાનો પ્રયત્ન કર્યો છે. આ ફિલ્મ આગામી 23મી ઑગસ્ટે રિલીઝ થશે.

વીસ ભાષાઓમાં

વીસ ભાષાઓમાં

ધ લાઇટ સ્વામી વિવેકાનંદ ફિલ્મના શૂટિંગ માટે કોલકાતા શહેરના ઐતિહાસિક ટાઉન હૉલને શિકાગોના આર્ટ ઇંસ્ટીટ્યુટમાં ફેરવવામાં આવ્યું. શિકાગો ખાતે 1893માં સ્વામી વિવેકાનંદે પોતાનું પ્રખ્યાત ભાષણ આપ્યુ હતું. ટુટુ દાસનું કહેવું છે કે આ ફિલ્મ બાંગ્લા તેમજ હિન્દીમાં તૈયાર કરાઈ છે અને તેને વધુ 18 ભાષાઓમાં ડબ કરવામાં આવશે.

દેશ માફ નહિ કરે

દેશ માફ નહિ કરે

ફિલ્મ જોયા બાદ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ શહીદ વીરોના લહૂને એળે ન જવા દેવું જોઇએ. આપણે વીરતાની સાધવા કરવી પડશે. ભારત આ રીતે અસહાય અનુભવે, તેનાથી મોટું દુર્ભાગ્ય ન હોઈ શકે. તેના માટે હું સમ્પૂર્ણપણે કેન્દ્ર સરકારને જવાબદાર માનુ છું. તેમની નીતિઓ, તેમના ક્રિયાકલાપો, તેમની ઉદાસીનતાને આ દેશ ક્યારેય માફ નહિ કરે.

આ શું થઈ રહ્યું છે?

આ શું થઈ રહ્યું છે?

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સવા સો કરોડનો દેશ આજે ચિંતામાં ગ્રસ્ત છે. ક્યારેક સમાચાર આવે છે કે ચીન પોતાની કરતૂત દાખવી રહ્યું છે, તો ક્યારેક જાણવા મળે છે કે પાકિસ્તાની સેના હિન્દુસ્તાનના જવાનોના માથા કાપી લઈ જાય છે. હિન્દુસ્તાનનો દરેક માણસ આજે પોકારી-પોકારીને કહી રહ્યો છે કે આ શું થઈ રહ્યું છે? આપણા દેશના જવાનો માર્યા જાય છે. હું તો જોઈ રહ્યો છું કે પાકિસ્તાન હિન્દુસ્તાનના જવાનોના માથા કાપી રહ્યો છે અને હિન્દુસ્તાન માથું ઝુકાવી રહ્યો છે. એવા ખરાબ દિવસો ક્યારેય નથી જોયાં. ભારતે એક સ્વાભિમાન સાથે ઊભું થવું પડશે.

નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ

નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ

ધ લાઇટ સ્વામી વિવેકાનંદ ફિલ્મના શૂટિંગ માટે કોલકાતા શહેરના ઐતિહાસિક ટાઉન હૉલને શિકાગોના આર્ટ ઇંસ્ટીટ્યુટમાં ફેરવવામાં આવ્યું. શિકાગો ખાતે 1893માં સ્વામી વિવેકાનંદે પોતાનું પ્રખ્યાત ભાષણ આપ્યુ હતું. ટુટુ દાસનું કહેવું છે કે આ ફિલ્મ બાંગ્લા તેમજ હિન્દીમાં તૈયાર કરાઈ છે અને તેને વધુ 18 ભાષાઓમાં ડબ કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X