45 વર્ષથી મોદી પોતાના ઘરે નથી ગયા!

સોમાભાઇએ જણાવ્યું કે મોદીના શાસનમાં જેટલું કામ થયું છે તેટલું કામ અન્ય કોઇના શાસનમાં થયું નથી. તેઓ ત્રીજી વખત પણ પોતાના ભાઇને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે.
સોમાભાઇએ છેલ્લીવાર પોતાના ભાઇ મોદી સાથે અઢી મહીના પહેલા એક સાર્વજનિક કાર્યક્રમમાં મુલાકાત કરી હતી. સોમાભાઇએ જણાવ્યું કે ગુજરાતના રમખાણોને લઇને નરેન્દ્રને બદનામ કરવામાં આવી રહ્યા છે.
જ્યારે તેઓ એક વખત કાશ્મીર ગયા હતા ત્યારે તેમને ત્યાના લોકોએ જણાવ્યું હતું કે જો નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બની જાય તો કાશ્મીરનો મુદ્દો હલ થઇ શકે છે. તેમણે જણાવ્યું કે નાનપણથી જ નરેન્દ્રભાઇ ખુબ જ અનુસાશિત અને સાહસી હતા.












Click it and Unblock the Notifications
