For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બનાસકાંઠાના સાંસદ સ્વ. મુકેશ ગઢવીને મુખ્યમંત્રીની શ્રધ્ધાંજલિ

|
Google Oneindia Gujarati News

narendra modi
અમદાવાદ, 1 માર્ચ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ બનાસકાંઠાના સાંસદ સ્વ. મુકેશ ગઢવીના દુઃખદ આકસ્મિક અવસાન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી સદ્દગતને આદરપૂર્વક શ્રધ્ધાંજલિ પાઠવી છે. સદ્દગત મુકેશ ગઢવીના શોકસંતપ્ત પરિવારને પાઠવેલા સંદેશામાં મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી મુકેશભાઇ જિંદગી માટે જંગ કરતા હતા, મૃત્યુને હંફાવતા હતા, આખરે એ કમનસિબ ઘટના ઘટી અને મુકેશભાઇને આપણે ગુમાવવા પડ્યા.

મોદી જણાવ્યું કે ખુબ નાની વયે ગુજરાતના જાહેરજીવનમાં પ્રવૃત્ત મુકેશભાઇને આપણે ગુમાવ્યા છે. આ દિવસો દરમ્યાન હું એમના પરિવાર સાથે સંપર્કમાં હતો. બધા જ પ્રકારની સારવાર માટેની આપણી મથામણ હતી, પરંતુ કમનસિબે આપણે મુકેશભાઇને બચાવી ન શક્યા.

મોદી જણાવ્યું કે એમનું તથા એમના પિતાનું જાહેરજીવન હંમેશા પ્રજા સાથે સક્રિય રીતે સંકળાયેલું રહયું છે તેમ જણાવતાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, બનાસકાંઠામાં આદિવાસી વિસ્તાર હોય કે ખેડૂતો, સૌને માટે સ્વ. મુકેશભાઇ અને એમનો પરિવાર રાજકીય પ્રવૃતિથી પરિચીત હતો.

એમના પરિવાર માટે પણ આ એક અસહ્ય મોટી ઘાત છે તે વેળાએ મુખ્યમંત્રીએ પરમાત્મા સ્વ. મુકેશભાઇના પરિવારને આ દુઃખ સહન કરવાની શકિ્ત આપે તેવી અભ્યર્થના સાથે સ્વર્ગસ્થના આત્માની શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કોઇ સંબંધીના પ્રસંગમાં હાજરી આપવામાં મુકેશ ગઢવી અમદાવાદ ખાતે આવ્યા હતા. પ્રસંગમાં હાજરી આપી તેઓ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન તેમને બ્રેઇનશોક આવ્યો હતો. જેના પગલે તેમને શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા તેમનું સારવાર દરમિયાન ગુરુવારની મોડી રાત્રે નિધન થયું હતું.

રાજસ્થાનમાં જન્મેલા મુળ બનાસકાંઠાના સાંબરડાના મુકેશ ગડવીએ પોતાની રાજકીય કારકિર્દી કોલેજકાળ દરમિયાન એનએસયુઆઇના પ્રમુખ બનીને કરી હતી. ગુરુવારે મોડી રાત્રે તેમના નિધનના સમાચાર કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલે સોશિયલ સાઇટ્સ ફેસબુક પર મૂક્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી.

English summary
Gujarat Chief Minister Narendra Modi gave tribute to congress MLA Mukesh Gadhavi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X