રાજકોટમાં PM મોદીનો મેગા રોડ શો, રાજકોટ આખું રસ્તા પર

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટ ખાતે 9 કિમિ લાંબો ભવ્ય રોડ શો કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં રાજકોટ વાસીઓ ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે ખાસ રોડ શો માટે આ સમગ્ર રસ્તાને શણગારવામાં આવ્યો હતો. આ રોડ શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમેત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિત પટેલ પણ હાજર રહ્યા હતા. સાથે જ સ્થાનિક અને કેન્દ્રીય મંત્રીઓ સમેત 10 હજાર જેટલી બાઇકો સાથે ભાજપના યુવા કાર્યકર્તાઓ પણ સામેત થયા હતા. આમ બીજા શબ્દોમાં કહીએ તો રોડ શો દ્વારા ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા શક્તિ પ્રદર્શન કર્યું હતું.

modi

આજી ડેમથી શરૂ કરવામાં આવેલા આ રોડ શોને ભાવનગર રોડ, ચૌધરી હાઇસ્કૂલ, કિસાનપરા એમ રાજકોટના તમામ મહત્વના સ્થળોને આવરીને એરપોર્ટ સુધી લંબાવવામાં આવ્યો હતો. સાથે કોંગ્રેસ, પાટીદારો કે પછી વિરોધ કરવા માટે આવેલી આંગણવાડીની બહેનો તરફથી કોઇ પણ કાંકરીચાળો ના થાય તે વાતની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. અને પીએમના રોડ શો પહેલા બધાને નજરકેદ કે રાજકોટથી દૂર કરવામાં આવ્યા હતા. જો કે રાજકોટ વાસીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ રોડ શોને મન ભરીને માણ્યો હતો અને મોદી મોદીના નારા સમગ્ર રસ્તા પર ગૂંજી ઉઠ્યા હતા.

English summary
Narendra Modi grand road show in Rajkot. Read here all the details on it.
Please Wait while comments are loading...