IPL 2026: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને મુંબઈ વચ્ચે હાઈ-વોલ્ટેજ ડ્રામા

અમદાવાદ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની 30મી મેચમાં આજે હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત ટાઇટન્સ (GT) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) આમને-સામને ટકરાશે. એક તરફ શુભમન ગિલની આગેવાની હેઠળની સંતુલિત ગુજરાતની ટીમ છે, તો બીજી તરફ હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં લય શોધવા મથી રહેલી મુંબઈ ઇન્ડિયન્સ છે.

GT VS MI

ગુજરાતનો દબદબો અને હોમ એડવાન્ટેજ

ગુજરાત ટાઇટન્સ હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. છેલ્લી પાંચ મેચોમાં શાનદાર પ્રદર્શન બાદ ટીમ પોઈન્ટ ટેબલમાં મજબૂત સ્થિતિમાં છે. કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શનની ઓપનિંગ જોડીએ સાતત્યપૂર્ણ રન બનાવ્યા છે. બોલિંગ વિભાગમાં મોહમ્મદ સિરાજ અને રાશિદ ખાનની જોડી મુંબઈના બેટર્સ માટે માથાનો દુખાવો બની શકે છે. ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ પર ગુજરાતનો રેકોર્ડ મુંબઈ સામે અત્યાર સુધી ક્લીન સ્વીપ જેવો રહ્યો છે.

મુંબઈ માટે અસ્તિત્વની લડાઈ

મુંબઈ ઇન્ડિયન્સ માટે આ સીઝન અત્યાર સુધી નિરાશાજનક રહી છે. પાંચ મેચમાં માત્ર એક જીત સાથે ટીમ ટેબલમાં નીચેના ક્રમે છે. ટીમને સૌથી મોટો ફટકો રોહિત શર્માની ગેરહાજરીથી પડી શકે છે, જે ઈજાને કારણે આજની મેચ ગુમાવી શકે છે. જોકે, ક્વિન્ટન ડી કોકની છેલ્લી મેચની સદીએ મુંબઈના ખેમામાં આશા જગાવી છે. કેપ્ટન હાર્દિક પંડ્યા પર તેના ભૂતપૂર્વ હોમ ગ્રાઉન્ડ પર પ્રદર્શન કરવાનું ભારે દબાણ રહેશે.

GT VS MI ફેક્ટ:

રાશિદ વિરુદ્ધ હાર્દિક: મિડલ ઓવર્સમાં રાશિદ ખાનની સ્પિન સામે હાર્દિક પંડ્યાની બેટિંગ જોવા જેવી રહેશે.

બુમરાહનું ફોર્મ: જસપ્રીત બુમરાહ આ સીઝનમાં હજુ સુધી તેની જૂની લયમાં દેખાયો નથી, મુંબઈને તેની વિકેટોની સખત જરૂર છે.

ટોસ ફેક્ટર: સાંજના સમયે ઝાકળ (Dew) પડવાની શક્યતા હોવાથી ટોસ જીતનાર ટીમ પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.

GUJARAT TITANS VS MUMBAI INDIANS PROBABLE PLAYING XI

GUJARAT TITANS: શુભમન ગિલ (c), સાઈ સુદર્શન, જોશ બટલર, ગ્લેન ફિલિપ્સ, વૉશિંગ્ટન સુંદર, રાહુલ તેવટિયા, શાહરુખ ખાન, રાશિદ ખાન, અશોક શર્મા, કગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના

MUMBAI INDIANS: રિયાન રિકલ્ટન, ક્વિન્ટન ડિકોક, સૂર્યકુમાર યાદવ, નમન ધીર, હાર્દિક પંડ્યા (C), એસ રુથરફર્ડ, તિલક વર્મા, મયંક રાવત, શાર્દુલ ઠાકુર, દિપક ચહર, જસપ્રિત બુમરાહ, એએમ ગઝનફર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X