નરેન્દ્ર મોદીની સંપત્તિનું મૂલ્ય દોઢ કરોડ રૂપિયા

Google Oneindia Gujarati News

વડોદરા, 10 એપ્રિલ : લોકસભા ચૂંટણી 2014 માટે વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર નરેન્‍દ્ર મોદીની સંપત્તિનો આંકડો રૂપિયા દોઢ કરોડનો થયો છે. નરેન્‍દ્ર મોદીએ તેમના ઉમેદવારી પત્ર સાથે જાહેર કરેલી એફિડેવીટમાં આ ઉલ્લેખ કરાયો છે.

નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી સંપત્તિની વિગતો અનુસાર તેમની પાસે પોતાની માલિકીનું કોઇ વાહન નથી. એટલું જ નહિ પણ સાયકલ પણ નથી.

narendra-modi

રોકડ - 29,700 રૂપિયા
બેંક બેલેન્‍સ - 11,74,394 રૂપિયા
બેંક ડિપોઝિટ - 32,48,989 રૂપિયા
NSC - 4,34,031 રૂપિયા
સોનું- 1,35,000
ઇન્‍કમટેક્‍સ રિફંડ - 1,15,468
ગાંધીનગરમાં રહેણાંકનો પ્‍લોટ - 1 કરોડ રૂપિયા
કુલ સંપત્તિ 1,50,42,114 રૂપિયા

નોંધનીય છે કે વર્ષ 2012માં વિધાનસભા ચૂંટણી વખતે તેમની સંપતિ 1,33,42,842 રૂપિયા હતી. આમ 2012 થી 2014 દરમિયાન તેમની સંપત્તિમાં 16.99 લાખ રૂપિયાનો વધારો થયો છે. છેલ્લે 2012-13નું આઇટી રિટર્ન ભર્યું હતું તેમાં દર્શાવેલી આવક 4,54,095 રૂપિયા હતી.

નરેન્‍દ્ર મોદીએ તેમના લગ્નસાથી તરીકે જશોદાબેનનો ઉલ્લેખ કર્યો છે. આ બાબતમાં કોઇ કેસ તેમની સામે નથી. તેમણે ટપાલનું સરનામું સી-1, સોમેશ્વર ટેનામેન્‍ટ, રાણીપ, અમદાવાદ દર્શાવ્‍યું છે.

English summary
BJP's PM candidate Narendra Modi declered in affidavit that he has assets worth 1.5 crore rupee.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X