ગોધરાકાંડના પાપ પર ઉભી છે મોદી સરકાર: વાઘેલા

shankarsingh vaghela
સુરત, 1 નવેમ્બર: કોંગ્રેસી નેતા શંકરસિંહ વાઘેલાએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર જોરદાર પ્રહારો સુરત ખાતે કર્યા હતા. સુરતમાં એક સભાને સંબોધતા ગુજરાતના માજી મુખ્ય પ્રધાન વાઘેલાએ જણાવ્યું કે 'ગોધરાકાંડ કરીને ઉભી કરવામાં આવી છે મોદી સરકાર. લોકોના હાડપિંજર પર ગુજરાત સરકાર ઉભી છે જેને પાડી દેવી જોઇએ.'

કોંગ્રેસી નેતાઓએ ફરી એકવાર મોદી પર ગોધરાકાંડને લઇને આક્ષેપબાજી ચાલુ કરી દીધી છે. ગુરૂવારે સુરત ખાતે યોજાયેલા પક્ષના શક્તિ વંદના કાર્યક્રમમાં વાઘેલાએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા જ નેતાઓ આરોપ-પ્રત્યારોપ ચાલુ કરી દીધા છે.

જેના પગલે શંકરસિંહ વાઘેલાએ મોદી પર પ્રહાર કરતા જણાવ્યુ હતું કે 'મોદી સરકાર માસૂમોના હાડપિંજર પર ઉભી છે. પાપ પર ઉભેલી આ સરકારને ઉખાડી ફેંકવા ગુજરાતની સરકારને આહ્વાન કરું છું.'

આ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે 'ગાંધીનગરના દરવાજા સામાન્ય લોકો માટે બંધ થઇ ગયા છે. ગાંધીનગરના દરવાજા સામાન્ય લોકો માટે ખૂલે તેના માટે કોંગ્રેસને સત્તા પર લાવવી જરૂરી છે.'

જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને પૂછ્યું હતું કે તમારે માત્ર ભાષણો જોઇએ છીએ કે યોજનાઓ? તેમણે મોદી સરકાર પર કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X