ખોડલધામ કૃષિ મેળાનું ઉદ્ઘાટન કરતા નરેન્દ્ર મોદી
રાજકોટ, 21 જાન્યુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા આજે રાજકોટના કાગવડ ખાતે ખોડલ ધામ કૃષિ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ તકે તેમણે કૃષિ મેળાના આયોજન બદલ ટ્રસ્ટને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સરદાર પટેલના નામને લઇને થઇ રહેલા રાજકારણમાં વળતો પ્રહાર કર્યો હતો, તેમજ સરદાર સરોવર ડેમ પર દરવાજા બાંધવાની મંજૂરી વડાપ્રધાન દ્વારા આપવામાં આવે તેવી માગણી કરી છે.

આ અવસરને કૃષિ મેળા સાથે જોડવામાં આવ્યું છે. જે સારું છે. લોકો કૃષિ અંગે માહિતી મેળવી શકશે. આપણે વિજ્ઞાન અને ટેક્નોલોજીના સથવારે આપણી ખેતીને મોર્ડન બનાવી રહ્યાં છીએ. કેટલાક વર્ષો પહેલા આપણે હંમેશા વિજળી અંગે વાતો કરતા હતાં, પરંતુ મે મારા ખેડૂતભાઇઓને કહ્યું કે, વિજળીને ભૂલો અને પાણીને જુઓ. આપણે ડ્રીપ ઇરિગેશન અને માઇક્રો ઇરિગેશન તરફ પણ જોવાનું શરૂ કર્યું. આજે પણે આપણે આપણા વિસ્તારમાં માઇક્રો ઇરિગેશનના મહત્વને સમજવાની જરૂર છે. આપણે વોટર કનઝર્વેશનની દિશામાં દ્રષ્ટિ કરવાની જરૂર છે.
તેમણે વધુમાં કહ્યું કે, જમીન વધી રહી નથી, આપણે પ્રોડ્ક્ટસને વધારવા અંગે વિચારવું જોઇએ જે જમીનમાંથી મળી રહી છે. ગ્રીન હાઉસ ગુજરાતમાં લોકપ્રીય થઇ રહ્યાં છે. ખેડૂતોએ એ દિશામાં વિચારવું જોઇએ અને સરકાર તેમને મદદરૂપ થશે. જો ખેતીમાં ઉણવત્તા અને વિવિધતાનો ઉમેરો કરવામાં આવે તો તે હંમેશા ખેડુતે ફાયદારૂપ સાબિત થઇ શકે છે. આપણે એ વાતને સમજવી જોઇએ કે ગામડાઓ આપણી આર્થવ્યવસ્થાની કરોડરજ્જૂ છે. લોકો કહે છે કે, સરદાર પટેલ કોંગ્રેસી હતા, મોદી તમનો ઉપયોગ કરી રહ્યાં છે. ભાઇ, સરદાર પટેલ એ સારા ભારતીય હતા. તેમણે દેશની સેવા કરી છે. આઝાદીના સમયે સરદાર પટેલે ખેડૂતોને એકત્રિત કર્યા. જો તમે ગાંધીને યાદ કરતા હોવ તો તમારે સરદારને પણ યાદ કરવા જ જોઇએ. જો સરદાર પટેલ ના હોત તો આપણે જુનાગઢ જવા માટે વિઝા લેવા પડત અને ગીરના સિંહ પાકિસ્તાનમાં હોત.
સરદાર પટેલે એકતા માટે કામ કર્યું અને આપણે પણ એકતા માટે કામ કરવા માગીએ છીએ. આપણે રન ફોર યુનિટી કર્યું, લાખો લોકોએ રન ફોર યુનિટીમાં ભાગ લીધો. આ તકે મોદીએ સરદાર સરોવર ડેમમાં દરવાજા લગાવવાની વાતનો મુદ્દો ઉખેડતા કહ્યું કે, હું વડાપ્રધાન અને કોંગ્રેસી નેતાઓને કહું છું કે, થોડાક સમય માટે રાજકારણને બાજુ પર મુકીને સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની પરવાનગી આપો. આ કોઇ ક્રેડિટ લેવા માત્રની વાત નથી. નરેન્દ્ર મોદીને ક્રેડિટ નથી જોઇતી. દરેક સરકારે તેના માટે કામ કર્યું છે.












Click it and Unblock the Notifications
