For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મને ખુશી થશે કે નરેન્દ્રભાઇ આપણા પ્રધાનમંત્રી બનેઃ અડવાણી

By Super
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 16 ઓક્ટોબરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી, રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ(IITRAM)નું ઉદ્ઘાટન કર્યું છે. આ તકે નરેન્દ્ર મોદી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી પણ ઉપસ્થિત રહ્યાં છે. આ તકે લાલ કૃષ્ણ અડવાણીએ મોદીને નેતૃત્વના વખાણ કર્યા હતા અને મોદી પીએમ બને તેવી શુભેચ્છા પાઠવી હતી. બીજી તરફ મોદીએ અડવાણીનો આભાર માન્યો હતો અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 2014માં સત્તા પરિવર્તન થશે. આ સાથે જ તેમણે કેન્દ્ર પર પ્રહાર કર્યા હતા.

નોંધનીય છે કે, નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા બાદ ભોપાલમા નરેન્દ્ર મોદી અને અડવાણી પહેલીવાર એક સાથે જોવા મળ્યા હતા, જે તે સમયે એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ બન્ને નેતા વચ્ચે સંબંધો પહેલા જેવા રહ્યાં નથી. પરંતુ ભોપાલ બાદ અમદાવાદમાં આ બન્ને નેતા ફરી એકવાર એક જ મંચ પર જોવા મળતાં અન્ય કંઇક જ ફલિત થઇ રહ્યું છે.

મોદીમાં કંઇક અનોખુ કરવાની લાયકાતઃ અડવાણી

આ તકે અડવાણીએ કહ્યું કે, આયજકોએ મને અને નરેન્દ્રભાઇને કહ્યું હતું કે અમે આજે આ કાર્યક્રમનું આયોજન કરવા માગીએ છીએ. મે તેમને કહ્યુ કે આ એક મહત્વનો કાર્યક્રમ છે. આઇઆઇટી ઘણું મહત્વનું છે પરંતુ રામ પણ મારા માટે વિશેષ મહત્વ ધરાવે છે અને આ આઇઆઇટી એક અલગ વિચારને વરેલી છે. અનેક એવી શૈક્ષણિક સંસ્થાઓ છે, જ્યાં શૈક્ષણિક બાબતોનું જ્ઞાન આપવામાં આવે છે, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે શિક્ષણ આપવામાં આવતું નથી. આ પ્રકારના કાર્યક્રમનું ઉદ્ઘાટન કરીને નરેન્દ્રભાઇ અલગ જ પ્રકારનું કાર્ય કરી રહ્યાં છે. તેઓ એ દિશામાં વિચારી રહ્યાં છે કે, જે ક્યાંય નથી તે બાબતોને કરવામાં આવે અને આ લાયકાત મે નરેન્દ્રભાઇમાં ઘણા લાંબા સમય પહેલા જોઇ હતી, જ્યારે તેઓ પાવરમાં આવ્યા પણ નહોતા. વધુ વાચવા માટે તસવીરો પર ક્લિક કરો.

પહેલા તકલીફો સહન કરાતી આજે સમય બદલાયો છે

પહેલા તકલીફો સહન કરાતી આજે સમય બદલાયો છે

આ તકે નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણા દેશમાં કોણ જાણે કેમ અનેક કારણો હશે જેના કારણે હંમેશા તકલીફવાળુ હોય, કષ્ટવાળુ હોય તે સારુ ગણાતું, ગરીબી વર્ચ્યુ ગણાતુ, એક જમાનો હતો જ્યારે ફાટેલા કપડાંનું મહત્વ હતું, પરંતુ હવે તે બદલાયુ છે, તેમાં પરિવર્તન આવ્યું છે.

 વૈશ્વિક ફલકમાં પોતાનો સિક્કો જમાવવો જરૂરી

વૈશ્વિક ફલકમાં પોતાનો સિક્કો જમાવવો જરૂરી

કોઇપણ દેશ હવે એકલો પોતાની દુનિયા ચલાવી નથી શકતો,તેની તમામ બાબતો વૈશ્વિક સંદર્ભમાં ચાલે છે, અને જ્યારે આપણે વૈશ્વિક ફલકમાં છીએ ત્યારે તેવા સમયમાં આપણું સ્થાન અને રુતબો ઉભો કરવો પડે. અને તે મહાન લોકોના કોટેશન કહેવાથી ના થાય. વિશ્વ તમારામાં જે શક્તિ, ઇકોમોની છે, તેને જુએ છે અને તે તમે ટેક્નોલોજી કેવી રીતે એમ્બ્રેસિંગ કરો છો, એચઆરડીનું કોન્ટ્રિબ્યુટિંગ કેવું છે, તેના પર આધાર રાખે છે.

જ્ઞાનની દિશામાં નવા આયામો સર કરવા જરૂરી

જ્ઞાનની દિશામાં નવા આયામો સર કરવા જરૂરી

પહેલા બની શકે કે શક્તિનો અર્થ મિલેટ્રી અથવા તો ઇકોનોમી હતો, પરંતુ આજના સમયમાં અન્ય બાબતો પણ છે, જે શક્તિના સ્વરૂપમાં ઉભરી રહી છે, તે દિશામાં ધ્યાન આપવાની જરૂર છે. જેમાં મહત્વની વસ્તુ જ્ઞાન છે અને સૌથી મહત્વનું છે કે આપણે જ્ઞાનની દિશામાં નવા આયામો સર કરીએ. આજે જ્ઞાનનું એક મોટુ અને મહત્વનું માધ્યમ છે વિજ્ઞાન છે. 21 સદી જ્ઞાનની સદી છે ત્યારે આપણા માટે જ્ઞાનના ક્ષેત્રમાં નવી ઉંચાઇ પ્રાપ્ત કરવી અનિવાર્ય છે.

મણીનગરના મતદારોનો આભારી

મણીનગરના મતદારોનો આભારી

હું મણીનગરના મતદારોનો આભારી છું તેમણે અનેકવાર મને આશિર્વાદ આપ્યા છે. આજે મણીનગર વિધાનસભા ક્ષેત્રમાં પ્રજવલિત કરવાના ભાગરૂપે નવલું નજરાણુ અડવાણીના હસ્તે આપણને મળ્યું છે. હું પ્રારંભથી વિકાસની જ્યારે વાત કરતો હતો ત્યારે કહેતો હતો કે અમદાવાદને માત્ર વેસ્ટર્ન સાઇડમાં જ ડેવલોપ કરવામાં આવે તો તે અધુરુ છે, ઇસ્ટર્ન સાઇટને પણ ડેવલોપ કરવી જરૂરી છે. વિકાસ દરેક દિશામાં થવો જોઇએ, તે માત્ર શબ્દોમાં ના હોવો જોઇએ. તેમાં યુવાનોનું એમપાવરમેન્ટ પહેલા હોવું જોઇએ.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર છે વિશ્વની નજર

ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર છે વિશ્વની નજર

એક વાત નિશ્ચિત છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે તેના પર વિશ્વની નજર છે. ભારતમાં પ્રાઇવેટ ઇનવેસ્ટમેન્ટ મબલખ પ્રકારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે આવી રહ્યું છે. ખાનગી મૂડી રોકાણ 50 લાખ કરોડ કરતા વધારે હશે. જો આટલી બધી રકમ આ ક્ષેત્રમાં લાગવાની હોય ત્યારે આપણી પાસે તેના માટે જોઇએ તેટલો મેન પાવર છે. કારણ કે સ્કિલ મેનપાવર, હ્યુમન રિસોર્સ ડેવલોપમેન્ટ માટે છેલ્લા 50 વર્ષમાં આપવી જોઇએ તે થયું નથી, આપણે ઘણા ધીમા રહ્યાં અને ભવિષ્ય તરફ જોવાનું કોઇ વિઝન નહોતુ. આપણે કેટલોક સમય મેનપાવર બનાવવામાં લગાવવો પડશે, જેથી આ મેનપાવરનો આપણે રાષ્ટ્ર નિર્માણમાં ઉપયોગ લઇ શકીએ. શા માટે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવી શકે તેવા એન્જીનીયર્સને તૈયાર ના કરી શકીએ. આપણે આગામી દિવસોમાં આ પ્રકારના મેનપાવરની જરૂર રહેશે. એચરાડી રાષ્ટ્રના ભવિષ્ય માટે એક કડી સમાન છે.

રાષ્ટ્ર નિર્માણ માટે યુથ પાવરની જરૂર

રાષ્ટ્ર નિર્માણ માટે યુથ પાવરની જરૂર

આ તકે તેમણે કહ્યું કે, આજે અર્બનાઇઝેશન ગતિ સાથે આગળ વધી રહ્યું છે અને આવા સમયમાં આપણે અનેક લોકોની જરૂર છે, અનેકગણા મેનપાવરની જરૂર છે. આપણે યુથ પાવરમાં વિશ્વાસ મુકવો પડશે. વિચારો કે રાષ્ટ્ર નિર્માણમાં તેઓ કેટલો મોટો ફાળો આપી શકે છે. આકાંક્ષાઓ વધી રહી છે. લોકો કહીં રહ્યાં છે કે અમને આ સર્વિસ પણ જોઇએ છે અને સરકારે લોકોની આકાંક્ષાઓને પરીપૂર્ણ કરવાની છે.

કેન્દ્ર પર કર્યા પ્રહાર

કેન્દ્ર પર કર્યા પ્રહાર

તેમણે 2012ની ચૂંટણી સુધી તે થવા દીધું નહોતુ, અમે તેમને માર્ચમાં કરવા માટે કહ્યું, પરંતુ તેમાં પણ તેમણે ના પાડી દીધી. હું તેમા મોડો પડ્યો છું, અમે આ બીલ પાસ કર્યું હતું, પરંતુ ગવર્નરે તેને નકારી કાઢ્યુ. બીલ બે વાર પાસ કરવામાં આવ્યું અને છેલ્લા છ મહિનાથી તે પેન્ડિંગ છે, કારણ કે તમે મને અહીંથી ચૂંટ્યો છે અને તેઓ ત્યાંથી આવ્યા છે. જે રાજ્યો, ખાસ કરીને કેન્દ્રની વિરુદ્ધમાં છે, તેમને આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

કોણ મોટું જનતા કે ઓફિસમાં બેસી રહેનારા

કોણ મોટું જનતા કે ઓફિસમાં બેસી રહેનારા

કેન્દ્ર પર પ્રહાર ચાલુ રાખતા મોદીએ એક વેધક પ્રશ્ન પૂછ્યો હતો કે, કોણ મોટું છે, છ કરોડ ગુજરાતીઓ કે પછી ચૂંટાયેલા લોકો, જે ઓફિસ સાચવીને બેસી રહ્યાં છે. તમારે આ લોકોનો સામનો કરવાનો છે, તમારી પાસે 2014માં સમય છે. અડવાણીજીએ વિશ્વાસ સાથે કહ્યું છે અને મને પણ વિશ્વાસ છે, જે અડવાણીજીએ કહ્યું કે, 2014માં સત્તા પરિવર્તન આવશે.

અમે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સ્થાપી

અમે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સ્થાપી

મોદીએ વધુમાં કહ્યું કે, વિશ્વમાં ફોરેન્સિક સાયન્સનું મહત્વ વધી રહ્યું છે, તેને ધ્યાનમાં રાખીને અમે ફોરેન્સિક યુનિવર્સિટીની રચના કરી છે. આપણી પાસે અનેક ગણુ ટેલેન્ટ છે અને આપણા યુવાનો વિવિધ દિશામાં વિચારી રહ્યાં છે. લોંગ ડિસ્ટન્સ એજ્યુકેશન થકી આપણી યુનિવર્સિટી અને કોલજો ઘણુ બધુ મેળવી રહી છે. અહીં આવીને મહત્વનું મેળવી રહ્યાં છે અને આપી રહ્યા છે.

અડવાણીનો માન્યો આભાર

અડવાણીનો માન્યો આભાર

આ તકે મોદીએ અડવાણીનો આભાર માનતા કહ્યું છે કે, હું અડવાણીજીનો આભાર માનું છું કે તેઓ મારા મતવિસ્તારમાં આવ્યા અને વિધાનસભા ક્ષેત્રમાં પ્રજવલિત કરવાના ભાગરૂપે નવલું નજરાણુ અડવાણીના હસ્તે આપણને મળ્યું છે. આ કોઇ મત વિસ્તાર કે શહેર માટે નહીં પરંતુ રાષ્ટ્ર માટે છે. મને વિશ્વાસ છે કે આ યુનિવર્સિટી રાષ્ટ્રને નવી શક્તિ પૂરી પાડશે.

નરેન્દ્રભાઇના નેતૃત્વમાં જે કામ થયું છે તે વખાણવા લાયકઃ અડવાણી

નરેન્દ્રભાઇના નેતૃત્વમાં જે કામ થયું છે તે વખાણવા લાયકઃ અડવાણી

તેમણે વધુમાં કહ્યું કે, હું આજે જ એ જણાવી રહ્યો છું કે હું પહેલીવાર અમદાવાદ 1945માં આવ્યો હતો, ત્યારે મે સાબરમતીને જોઇ અને મને આશ્ચર્ય થયો કે તે માત્ર ગાંધીજી સાથે જ જોડાયેલી હતી, પરંતુ આજે તેને અલગ સ્વરૂપ ધારણ કર્યું છે અને ભારતમાં તેના જેવુ બીજુ એક પણ સ્થળ નથી કે જ્યાં આવું થયું છે. લોકોને સુરજમાં એક આશાનુ કિરણ જોઇ રહ્યાં હતા અને તેના કારણે જન સંઘનો જન્મ થયો અને તેમાથી ભાજપનું નિર્માણ થયું. અમે કેન્દ્રમાં છ વર્ષ માટે સત્તા પર આવ્યા, ત્યારે વાજપાયીજી નેતા હતા અને અમે આ રાજ્યમાં પણ સત્તામાં આવ્યા હતા. નરેન્દ્રભાઇના નેતૃત્વમાં આ રાજ્યમાં જે કામ થયું છે તે વખાણવા લાયક છે અને વિશ્વએ તેને જોયું છે.

મને ખુશી થશે કે નરેન્દ્રભાઇ આપણા પ્રધાનમંત્રી બનેઃ અડવાણી

મને ખુશી થશે કે નરેન્દ્રભાઇ આપણા પ્રધાનમંત્રી બનેઃ અડવાણી

મને વાજપાયીજી સાથે કામ કરવાની તક મળી, ત્યારે વાજપાયીજી કહેતા હતા કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે અને આપણા રસ્તા પણ સારા થશે. તેમના નેતૃત્વમાં ભારતે ન્યુક્લિયર પાવરનું પરિક્ષણ કર્યું અને ભારતને સન્માન મળ્યું. ગુડ ગવર્નન્સ અને હોનેસ્ટ ગવર્નન્સથી બધુ જ શક્ય છે, જે ગુજરાતમાં અને ભાજપ શાસિત રાજ્યોમાં થઇ રહ્યું છે. આ તકે હું કહેવા માગુ છું કે, અમે ખુશ છીએ કે આગામી સરકાર અમારી બનશે અને તેનુ નેતૃત્વ નરેન્દ્રભાઇ કરશે, મને ખુશી થશે કે નરેન્દ્રભાઇ આપણા પ્રધાનમંત્રી બને. આ સાથે જ હું નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવું છું.

નરેન્દ્રભાઇના નેતૃત્વમાં આ રાજ્યમાં જે કામ થયું છે તે વખાણવા લાયકઃ અડવાણી

તેમણે વધુમાં કહ્યું કે, હું આજે જ એ જણાવી રહ્યો છું કે હું પહેલીવાર અમદાવાદ 1945માં આવ્યો હતો, ત્યારે મે સાબરમતીને જોઇ અને મને આશ્ચર્ય થયો કે તે માત્ર ગાંધીજી સાથે જ જોડાયેલી હતી, પરંતુ આજે તેને અલગ સ્વરૂપ ધારણ કર્યું છે અને ભારતમાં તેના જેવુ બીજુ એક પણ સ્થળ નથી કે જ્યાં આવું થયું છે. લોકોને સુરજમાં એક આશાનુ કિરણ જોઇ રહ્યાં હતા અને તેના કારણે જન સંઘનો જન્મ થયો અને તેમાથી ભાજપનું નિર્માણ થયું. અમે કેન્દ્રમાં છ વર્ષ માટે સત્તા પર આવ્યા, ત્યારે વાજપાયીજી નેતા હતા અને અમે આ રાજ્યમાં પણ સત્તામાં આવ્યા હતા. નરેન્દ્રભાઇના નેતૃત્વમાં આ રાજ્યમાં જે કામ થયું છે તે વખાણવા લાયક છે અને વિશ્વએ તેને જોયું છે.

English summary
Narendra Modi inaugurates Institute of Infrastructure, Technology, Research and Management (IITRAM) at Ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X