ધર્મનિરપેક્ષ નથી નરેન્દ્ર મોદી: મુસ્લિમ ધર્મગુરૂ
ગાંધીનગર, 17 સપ્ટેમ્બર: ભારતીય હનતા પાર્ટી (ભાજપ) અને તેમના કાર્યકર્તાઓ વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો 64મો જન્મદિવસ મનાવવામાં મશગૂલ છે તો બીજી તરફ મુસ્લિમ ધર્મગુરૂએ ગુજરાતના મુખ્યમંત્રી પર નિશાન તાક્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રીને ફરી એકવાર ટોપી પહેરાવવાની ઇચ્છા વ્યક્ત કરનાર શાહિદ સૈયદે કહ્યું હતું કે અલ્પસંખ્યક સમુદાયના પ્રત્યે નરેન્દ્ર મોદી સદભાવ રાખતા નથી. ઇમામ શાહિદ સૈયદે નરેન્દ્ર મોદીની સદભાવના રેલી દરમિયાન તેમને ટોપી પહેરાવવાની ઇચ્છા વ્યક્ત કરી ન હતી પરંતુ નરેન્દ્ર મોદીએ ટોપી પહેરવાની મનાઇ કરી દિધી હતી.
પત્રકારો સાથેની વાતચીતમાં શાહિદ સૈયદે કહ્યું હતું કે 'હું સારા વિચારો સાથે નરેન્દ્ર મોદીની સદભાવનામાં ગયા હતા. હું તેમને ટોપી ભેટ કરી પરંતુ તેમને મને કહ્યું કે તે ટોપી નથી પહેરતા. આનાથી સાબિત થાય છે કે તે અલ્પસંખ્યકો પ્રત્યે સદભાવના નથી રાખતા અને તે ધર્મનિરપેક્ષ નથી.

ઇમામ શાહિદ સૈયદે કહ્યું હતું કે 'સમારોહમાં જે લોકોએ ટોપી પહેરેલી હતી તે બધા મુસ્લિમ ન હતા. પરંતુ બધા મજબૂર હતા તેમને ટોપી પહેરવા માટે 200 રૂપિયા આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ધર્મગુરૂની આ પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી અલ્પસંખ્યક વર્ગો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ભાજપે નરેન્દ્ર મોદીને 2014ની લોકસભાની ચુંટણી માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.












Click it and Unblock the Notifications
