For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢમાં જાહેરસભા સંબોધશે

|
Google Oneindia Gujarati News

narendra-modi-speech
ગાંધીનગર, 17 મે : ગુજરાતના મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદી 18 મે, 2013 શનિવારના રોજ છત્તીસગઢના રાજનંદ ગામમાં જાહેરસભા સંબોધશે. ત્‍યાંના મુખ્‍યમંત્રી રમણસિંગની વિકાસયાત્રા સંદર્ભે આ સભા યોજાઈ રહી છે. રમણસિંગે 6 મેના દિવસે વિકાસયાત્રા આરંભી હતી. જેને એલ.કે. અડવાણીએ લીલી ઝંડી આપી હતી.

આ યાત્રા 6100 કિલોમીટર ફરશે. મોદી અગાઉ રમણસિંગના વિકાસકામોની પ્રસંશા કરી છે. આદિવાસી સમુદાય માટે છત્તીસગઢને તેઓ વિકાસનું મોડલ ગણે છે. ગયા નવેમ્‍બરમાં છત્તીસગઢના પાટનગર રાયપુરમાં યોજાયેલ રાજ્‍યોત્‍સવ સમારોહમાં તેમણે ભાગ લીધો હતો.

નરેન્દ્ર મોદી દરેક રાજ્યમાં જાહેરસભા સંબોધી રહ્યા છે ત્યારે બીજી તરફ લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતના મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીને ભાજપની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્‍યક્ષ બનાવવા સામે પાર્ટીમાં જ ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. વરિષ્‍ઠ નેતા એલ.કે. અડવાણીએ આ પદ માટે નીતિન ગડકરીનું નામ આગ્રહભેર સુચવતા રાષ્‍ટ્રીય પ્રમુખ રાજનાથસિંહ માટે સંકટ ઉભું થયું છે.

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર મનાતા નરેન્‍દ્ર મોદીને ઈલેકશન કેમ્‍પીયન કમિટિના અધ્‍યક્ષ બનાવવા બાબતે ખેંચતાણ શરૂ થઈ છે. અડવાણીએ ગડકરીના નામના પાસા ફેંકી નરેન્દ્ર મોદી માટે મુશ્‍કેલી વધારી છે.

રાજનાથ સિંહ નિર્ણય લેવાને બદલે મામલો વિલંબમાં નાખવા તરફ છે. ગડકરીને પ્રચાર સમિતિનું સુકાન સોંપવા પાછળ અડવાણીની દલીલ એવી છે કે આમ કરવાથી પાર્ટીમાં વડાપ્રધાન પદ માટે સર્જાયેલ વિવાદ ઘટશે.

English summary
Narendra Modi public meeting in Chhattisgarh on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X