For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી : મને ગુજરાતના લોકોની શક્તિમાં વિશ્વાસ છે

અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. અહીંથી બનાસકાંઠાના હવાઇ નિરીક્ષણ પર જશે. જાણો આ અંગે વિગતવાર અહીં.

|
Google Oneindia Gujarati News

ઉત્તર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. આ ત્રણ દિવસમાં અહીં 21 જેટલો કુલ વરસાદ નોંધવામાં આવ્યો છે. જેના કારણે ધાનેરા બેટમાં ફેરવાયું છે. બનાસકાંઠામાં પૂર જેવી સ્થિતિ ઊભી થઇ છે. ત્યારે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગવારે બપોરે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે દિલ્હી ખાતે એક બેઠક યોજી હતી. જે બાદ તે બનાસકાંઠાના હાલ જાણવા માટે સાંજે અમદાવાદ એરપોર્ટ પર દિલ્હીથી આવી પહોંચ્યા હતા.

modi

તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, સેનાના ઉચ્ચ અધિકારીઓએ અમદાવાદમાં એક મીટિંગ યોજી હતી. અને બનાસકાંઠા સમેત ગુજરાતભરમાં ભારે વરસાદના કારણે શું પરિસ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ મીટિંગમાં પીએમ બચાવ કાર્યક્રમ સાથે રાહત અને ફૂડ પેકેટિંગ માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે તેની પણ જાણકારી મેળળી હતી.

modi

જે બાદ પીએમ નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધીને ગુજરાત સરકારના વખાણ કરતા કહ્યું હતું કે ગુજરાત સરકારે ખૂબ જ ઝડપી પૂરની આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કામ કર્યું છે. સાથે તેમણે સામાજિક સંગઠનો પણ આભાર તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા માંગ્યો જે રાહત કાર્યમાં હાલ જોડાયેલા છે. ગુજરાતની જનતા જુસ્સા વિષે જણાવતા મોદીએ કહ્યું કે મને ગુજરાતીની શક્તિ પર વિશ્વાસ છે. આ પૂરના કારણે ગુજરાતનો વિકાસ બિલકુલ પણ પાછો નહીં પડે. અને સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લાંબા અને ટૂંકા ગાળાની જે પણ સહાયની જરૂર પડશે તે પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી પણ પીએમ મોદીએ આપી હતી.

flood in gujarat

વધુમાં વડાપ્રધાને આ પૂરમાં મરનાર લોકોને કેન્દ્ર તરફથી વધુ 2 લાખ રૂપિયાની સહાય આપવા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. સાથે જ તેમણે જણાવ્યું કે જે ખેડૂતો પૂરના કારણે મોટું નુક્શાન થયું છે તેની પર સરકાર સહાય કરશે. સાથે જ વિજય રૂપાણીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે બનાસકાંઠાનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું.

modi

English summary
Narendra modi reached ahmedabad, will do aerial survey of Banaskantha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X