નરેન્દ્ર મોદી પહોંચ્યા જામનગર એરપોર્ટ પર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. તે અંતર્ગત તે હાલ જામનગર એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે. નોંધનીય છે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 વાગે પડધરીના સણોસરા પાસે આવેલ આજી-3 ડેમ પરથી "સૌની" યોજનાનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે તેમની સાથે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ જોડાશે.

ત્યારે ગુજરાતની મુલાકાત પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લોકોને જણાવ્યું હતું કે આ યોજનાથી ગુજરાતના લોકોને મોટા પ્રમાણમાં ફાયદો થશે. નોંધનીય છે કે આ યોજનાથી ગુજરાતમાં પાણીનો જે વિકટ પ્રશ્ન છે તે ઓછા થશે તેવી શક્યતા છે.












Click it and Unblock the Notifications
