જશોદાબેનને ના મળી આરટીઆઇ હેઠળ માહિતી!
અમદાવાદ, 28 ડિસેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેનને ગુજરાત પોલીસે આરટીઆઇ હેઠળ એટલે કે માહિતી અધિકારના કાનૂન અંતર્ગત માહિતી આપવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે પોતાના સુરક્ષા કવરને લઇને પોલીસ પાસે જાણકારી માંગી હતી.
શું છે આખી ઘટના
વાસ્તવમાં નરેન્દ્ર મોદી જ્યા સુધી મુખ્યમંત્રી રહ્યા ત્યાં સુધી તેમણે ક્યારેય પણ પોતાની પરણિત હોવા અંગેની વાત અધિકારિક રીતે જણાવી નથી. પરંતુ લોકસભા ચૂંટણીમાં તેમણે જ્યારે પોતાનું સોગંધનામુ દાખલ કર્યું તેમણે તેમાં જશોદાબેન તેમની પત્ની હોવાનો ઉલ્લેખ કર્યો. બાદમાં વડાપ્રધાન બનતા પ્રોટોકોલ હેઠળ જશોદાબેનને સુરક્ષા પ્રદાન કરી દેવામાં આવી ગઇ.
પોલીસે શા માટે ના આપી માહિતી
પોલીસે જણાવ્યું કે જશોદાબેનને સુરક્ષા ગુપ્ત વિભાગ આઇબીના નિર્દેશાનુસાર આપવામાં આવી રહી છે, માટે આ આરટીઆઇનો જવાબ પણ તેમણે જ આપવો જોઇએ. પોલીસ તો તેમનું કામ કરી રહી છે. અધીક્ષકે જણાવ્યું કે આ આરટીઆઇ આઇબીના કાર્યક્ષેત્રમાં આવે છે, માટે તેઓ તેનો જવાબ આપી શકે નહીં.
નોંધનીય છે કે જશોદાબેન ખૂબ જ સાધારણ રીતે પોતાનું જીવ વિતાવી રહ્યા છે. તેઓ મહેસાણાની શાળામાંથી રિટાયર્ડ ટીચર છે અને ઇશ્વરવાડા ગામમાં પોતાના ભાઇની સાથે રહે છે.