નરેન્દ્ર મોદી મતદાન કરીને બોલ્યા : અમારી હેટ્રિક નક્કી છે

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને 100 ટકા મતદાન કરવા માટેનું આહ્વાન કર્યું હતું. મતદાન મથકમાંથી બહાર નીકળીને વાત કરતા તેમણે જણાવ્યું કે "ગુજરાતમાં હું હેટ્રિક લગાવવાનો છું. ગુજરાતની જનતા ઇચ્છે છે કે હું હેટ્રિક લગાવું. જનતા ભાજપને વિજયી બનાવશે. પ્રથમ તબક્કામાં થયેલું મતદાન અને આજે જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે જનતાનું વલણ દર્શાવે છે."
નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બનીને દેશની સેવા કરવાની ઇચ્છા અંગેના પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે "હું ગુજરાતના મારા બંધુઓ પ્રત્યે બંધાયેલો છું, તેમના માટે જીવું છું. ગુજરાતનો અભૂતપૂર્વ વિકાસ કરવા માંગું છું. ગુજરાત પણ દેશનો જ હિસ્સો છે.
હું માનું છું કે હું ગુજરાતમાં જે કામ કરું છું તે પણ દેશની જ સેવા છે."












Click it and Unblock the Notifications
