નરેન્દ્ર મોદી બોલ્યા "કોંગ્રેસનું બીજું નામ 'છેતરપિંડી' છે"

નરેન્દ્ર મોદીએ જાહેર સભામાં જણાવ્યું કે "કોંગ્રેસ માત્ર લોકોને છેતરે છે તેવું નથી. કોંગ્રેસના નેતાઓ લોકોની સાથે તેમના કાર્યકર્તાઓની પણ છેતરપિંડી કરે છે. આ વર્ષની શરૂઆતમાં કોંગ્રેસે જાહેર કર્યું હતું કે 1 મેના રોજ તેઓ ઉમેદવારોના નામ જાહેર કરશે. ઉમેદવારોના નામની જાહેરાતનું એવું ગાજર લટકાવ્યું કે કોંગ્રેસના કાર્યકર્તાઓ મોદીના પૂતળા બાળવા દોડવા લાગ્યા. છેવટે 1 મેનો દિવસ આવ્યો ત્યારે જાહેર કર્યું કે હવે રાહુલ ગાંધીએ કહ્યું છે કે તેઓ ઑગસ્ટમાં નામ જાહેર કરશે. કાર્યકરો ફરી દોડવા લાગ્યા. પણ ઑગસ્ટમાં પણ ઉમેદવારોના નામ જાહેર કર્યા નહીં."
મોદીએ આગળ જણાવ્યું કે "કોંગ્રેસે ચૂંટણી જાહેર થયા પહેલા તો ઠીક પણ ચૂંટણી જાહેર થયા પછી પણ નામ જાહેર ના કર્યા. છેવટે જ્યારે નામ જાહેર કર્યા તો ફોન પર જાહેર કર્યા. કોંગ્રેસમાં એટલી હિંમ્મત નથી કે પોતાના કાર્યકરોને કહી શકે કે તમારે આ વખતે ચૂંટણી લડવાની નથી. કોંગ્રેસ પોતાના માટે કામ કરનારા કાર્યકરોને પણ છેતરે છે તો સામાન્ય લોકોનું તો શું થાય. કોંગ્રેસનું બીજું નામ જ છે છેતરપિંડી, ધોખાબાજી, દગાબાજી. જાહેર જીવનમાં છેતરપિંડી, ધોખાબાજી, દગાબાજીને સ્થાન ના હોઇ શકે."
મોદીએ કહ્યું કે "લોકો સાથે દગો કરનારી પાર્ટી પર ક્યારેય ભરોસો ના કરાય. આવી પાર્ટીને મત ના અપાય. આગામી 13 ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે ત્યારે તમે ભાજપને મત આપી વિજયી બનાવજો."












Click it and Unblock the Notifications
