For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાના 18 શહેરોમાં ભારતીયોને સંબોધશે મોદી

By Super
|
Google Oneindia Gujarati News

narendra-modi
વોશિંગટન, 10 મેઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાત દિવસ પર ઉત્તર અમેરિકાના 18 શહેરોમાં રહી રહેલા ભારતીય નાગરીકોને ઉપગ્રહ થકી સંબોધિત કરશે. ઉત્તર અમેરિકામાં ગુજરાત દિવસ સમારોહ પર થનારા કાર્યક્રમોમાં મોદી પ્રમુખ પ્રવક્તા હશે. સમારોહનું આયોજન ઇન્ડિયન/ગુજરાતી સમુદાય ઓફ નોર્થ અમેરિકા કરવા જઇ રહ્યું છે, જે વિભિન્ન સામુદાયિક સંગઠનોનું અનૌપચારિક સમૂહ છે.

અમેરિકામાં મોદીનું સંબોધન ન્યૂયોર્ક, ન્યૂજર્સીનુ એડિસન, જોર્જિયાનું એટલાનટા, ઉત્તર કૈરોલિનાનું ચારલોંટ, ટેક્સાસનું ડલાસ, અરિજોનાનું ફોનિક્સ, કૈલિફોર્નિયાનું રિવરસાઇડ, લોસ એન્જલિસ-નૉરવાક, પ્લેસેંશિયા તથા ફ્રેમાન્ટ, ઇલેનોઇસનું શિકાગો, રોલિંગ મિડોઝ તથા બ્લૂમિંગટન, મિનેસોટાનું મિનેપોલિસ-એડિના, ઇન્ડિયાનાનું ઇન્ડિયાનાપોલીસ અને મરિલવિલે, ઓહિયોનું સિનસિનાટી, મેરીલેન્ડનું બાલ્ટીમોર છે.

મોદીએ આ પહેલા માર્ચમાં ઉત્તર અમેરિકામાં રહી રહેલા ભારતીય સમુદાયોના લોકોને ઉપગ્રહ થકી સંબોધિત કર્યા હતા, જ્યારે વ્હાર્ટન ઇન્ડિયા ઇકોનોમિક ફોરમે મોદીને યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાના છાત્રો અને ફેકલ્ટી સભ્યોને સંબોધિત કરવાનું આપવામાં આવેલું આમંત્રણ પરત લઇ લીધુ હતું. મોદી પર વર્ષ 2002માં રમખાણોમાં હાથ હોવાનો આરોપ છે, જેના કારણે અમેરિકાએ તેમને વિઝા આપવા પર રોક લગાવેલી છે.

English summary
Still a persona non grata in the US, Gujarat Chief Minister Narendra Modi is again set to talk to the Indian community in 18 cities in North America via satellite from state capital of Gandhinagar Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X