વિદ્યાર્થીઓને મોદીએ કહ્યું, 'તમારી માફક મારી પણ પરીક્ષા'

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 13 માર્ચ: બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને લાગતું નથી કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પણ પરીક્ષાની કસોટીમાંથી પસાર થઇ રહ્યાં છે કારણ કે લોકસભાની ચૂંટણી માથે આવી ચડી છે અને નરેન્દ્ર મોદીએ પોતે સ્વિકાર્યું છે કે આ કોઇ પરીક્ષાથી ઓછું નથી.

ગુજરાતમાં ગુરૂવારથી શરૂ થનાર દસમા અને 12મા ધોરણની પરિક્ષાના વિદ્યાર્થીઓ તેમના માતાપિતાને તેમના મોબાઇલ ફોન પર રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો ચોંકાવનારો કૉલ આવી રહ્યો છે જેમાં તે તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે.

ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની દસમા અને 12મા ધોરણની વાર્ષિક પરીક્ષા શરૂ થઇ રહી છે, પરીક્ષા સાથે જોડાયેલા તણાવ અને તેનાથી ઉત્પન્ન સમસ્યાઓ સામાન્ય વસ્તુ છે પરંતુ ભાજપે લોકસભા ચૂંટણી પહેલાં આને પણ એક પ્રચારમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાને આવનાર કોલમાં નરેન્દ્ર મોદી પહેલાંથી રિકોર્ડેડ સંદેશમાં તેમને પરીક્ષાના તણાવથી પ્રભાવિત ન થવાની સલાહ આપે છે. આ સંદેશમાં નરેન્દ્ર મોદી કહે છે, 'વિદ્યાર્થી મિત્રો, હું નરેન્દ્ર મોદી, તમારી જેમ હું પણ એક પરીક્ષા આપી રહ્યો છું. પરંતુ મારી મારી માફક તમારે પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી.'

narendra-modi-srcc

ઘણાને ચોંકાવનાર આ સંદેશમાં નરેન્દ્ર મોદી કહે છે, 'પરિક્ષાઓ જીવનમાં સ્વાભાવિક છે અને 'આપણી' આકરી મહેનતથી સારા પરિણામ આવશે. મારી શુભેચ્છાઓ તમારી સાથે છે અને તમે દસમા અને બારમા ધોરણમાં સારા અંકો સાથે પાસ થશો અને ઉત્કૃષ્ટ દરજ્જો પ્રાપ્ત કરશે. તમે તમારા શિક્ષકો અને તમારા માતા પિતાએ મહેનત કરી છે અને તેના સારા પરિણામ આવશે. તમને ફરી એકવાર શુભેચ્છાઓ.'

આ પ્રકારનો કોલ પ્રાપ્ત કરનાર એક માતા પિતાએ કહ્યું હતું કે 'મને 10મા ધોરણની પરિક્ષા આપવા જઇ રહેલા પુત્ર માટે જ્યારે નરેન્દ્ર મોદીનો કોલ આવ્યો તો હેરાન થઇ ગયો. દિલને સ્પર્શી જનાર બાબત હતી તેમણે કહ્યું કે તે પણ અમારા વિદ્યાર્થીઓની જેમ પરીક્ષાનો સામનો કરી રહ્યાં છે.'

English summary
"I am also facing an exam like you. But like me you should also not worry." With Lok Sabha polls round the corner, this pre-recorded message of BJP's Prime Ministerial candidate Narendra Modi giving his best wishes on the eve of Class 10 and 12 State Board exams in calls today to several students and parents on their mobiles has taken them by surprise.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X