For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 રાજ્યોમાં ચૂંટણીની તારીખોનું એલાન, મોદીએ કર્યું સ્વાગત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર 5 ઓક્ટોબર: આ વર્ષે 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ચૂકી છે. ચૂંટણી પંચે દિલ્હી, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ, તમિલનાડુ (યેરકૌડ ) અને ગુજરાતના (પશ્વિમ સુરત)માં યોજાનારી ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ પાંચ રાજ્યોમાં ચૂંટણી 11 નવેમ્બર થી માંડીને 4 ડિસેમ્બર વચ્ચે યોજાવવાની છે. સૌથી પહેલાં ચૂંટણી છત્તીસગઢમાં યોજાશે, જ્યારે દિલ્હીમાં ચૂંટણી માટે 4 ડિસેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે.

તો બીજી તરફ ચૂંટણીની જાહેરાત બાદ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ પાંચ રાજ્યોમાં ચૂંટણી કાર્યક્રમોની જાહેરાતનું સ્વાગત કર્યું. નરેન્દ્ર મોદીએ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર ટ્વિટ કર્યું છે કે હું પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાતનું સ્વાગત કરું છું. ચૂંટણી અમારા માટે લોકતંત્રમાં તહેવાર છે.

modi-rally.jpg

અમે સ્વસ્થ તથા ઉત્સાહપૂર્વક ચૂંટણીની કામના કરીએ છીએ. નરેન્દ મોદી ચૂંટણીવાળા ચાર રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં રેલીઓને સંબોધિત કરી ચૂક્યા છે આશા છે કે ચૂંટણી પહેલાં આ રાજ્યોમાં પ્રચાર કરશે.

English summary
Gujarat chief Minister and BJP prime ministerial candidate Narendra Modi welcomed the Election Commission's announcement of poll dates in 5 states.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X