
મોદી રાજકોટ, જાનગર, અંજાર અને પાલિતાણામાં જંગી ચૂંટણી સભાને કરશે સંબોધન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત પડવામાં 24 કલાક રહ્યા છે તે પહેલા રાજકીય પક્ષો પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. એક બાજુ આપના કેજરીવાલ બીજી કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત સભા અને રોડ શો કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાતમાં સતત બીજા દિવસે ચૂટણી સભા ગજવશે. પ્રથમ તબક્કાના મતદાન પહેલા સૌરાષ્ટ્ર અને દિક્ષણ ગુજરાતમાં ચૂટણી સભા કરીને તમદારોને મોટી સંખ્યમાં મતદાન કરીને ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે અપિલ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં પાલિતાણામાં વિજય સંકલ્પ સંમેલનને બપોરે 12:15 વાગ્યે અંજારમાં 2:45 વાગ્યે, જામનગરમાં 4:30 વાગ્યે અે રાજકોટમાં 6:30 વાગ્યે જંગી સભને સંબોધન કરશે. મોદી ભાજપના ઉમેદવારો માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરીને ભાજપને જીતાડવા અપિલ કરી રહ્યા છે.
બીજી તરફ અન્ય રાષ્ટ્રીય નેતાની વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની પુરસોત્તમ રુપાલ અને મનસુખ માંડવિયા પણ ચૂંટણી પ્રચારના અંતિમ કલાકોમાં સભાઓ કરીને મતદાન કરવા લોકોને અપિલ કરશે.