મોદી રવિવારે છત્તીસગઢના રાજ્યોત્સવમાં હાજરી આપશે

modi
અમદાવાદ, 3 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલ રવિવારે છત્તીસગઢના રાજ્યોત્સવ સમારોહમાં હાજરી આપવા માટે જશે.

છત્તીસગઢ રાજ્યની રચના થયા બાદ નવા રાયપુરમાં રવિવારે સાંજે ૧૩મો રાજ્યોત્સવ સમારોહ ઊજવાઇ રહ્યો છે જેમાં નરેન્દ્ર મોદીને વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા નિમંત્રણ મળ્યું છે. નિમંત્રણનો સ્વીકાર કરી મોદી અહીં હાજરી આપવાના છે અને લોકોનું સંબોધન પણ કરશે.

છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર રમણસિંઘના નેતૃત્વમાં છેલ્લા નવ વર્ષથી શાસનની જવાબદારી સંભાળી રહી છે. છત્તિસગઢમાં રાજ્યોત્સવ એ વાઈબ્રન્ટ ગુજરાત બિઝનસ સમિટ પ્રકારનો કાર્યક્રમ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોદી આવતીકાલે રવિવારે બિહારના પટણા ખાતે બીજેપી નેતા અને પૂર્વ ગવર્નર કૈલાશપતિ મિશ્રાને શ્રદ્ધાંજલિ આપવા પણ જવાના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X