મોદી 2014ની લોકસભાની ચૂંટણી લખનઉથી લડશે?

narendra modi
અમદાવાદ, 19 ડિસેમ્બર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની બંને તબક્કાની ચૂંટણી સમાપ્ત થઇ ગઇ છે, અને હવે તેના પરિણામના ગણતરીના કલાકો જ બાકી છે. જોકે વિવિધ એક્ઝિટ પોલ આ વખતે પણ મોદી સરકાર બનવાના દાવાઓ કરી રહ્યા છે. જોકે મોદી અને તેમની પાર્ટી આ અંગે પહેલેથી જ વિશ્વાસ ધરાવે છે કે ગુજરાતમાં ભાજપ હેટ્રીક બનાવશે.

જોકે હજી ચૂંટણી પરિણામ આવ્યું નથી અને એ પહેલા જ ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્ર મોદીને 2014ની લોકસભા ચૂંટણીમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઇની બેઠક લખનઉથી ઉભા રાખવાની કવાયત કરી રહી હોવાનું જાણવા મળે છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ અંગે ગઇકાલે અરુણ જેટલી અને નરેન્દ્ર મોદી વચ્ચે મળેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી, એવી પણ અટકળો છે કે નરેન્દ્ર મોદીએ અરુણ જેટલીએ લોકસભાની ચૂંટણીમાં વાજપેઇજીની બેઠક પરથી ઉભા રહેવાના પ્રસ્તાવ પર પોતાની સહમતિ પણ દર્શાવી દીધી છે.

આ અંગે પાર્ટીના એક સિનિયર નેતાએ જણાવ્યું હતું કે 'અટલ બિહારી વાજપેઇએ સક્રિય રાજનીતિમાંથી નિવૃત્તિ લઇ લીધી છે ત્યારે પક્ષ એવું ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી આ બેઠક પરથી વાજપેઇજીના કાર્યને આગળ ધપાવવાની આગેવાની સ્વીકારે'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X