For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આગામી લોકસભાની ચુંટણી પર મોદીની નજર રહેશે'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 1 એપ્રિલ: નરેન્દ્ર મોદીને ભાજપા સંસદીય બોર્ડમાં સામેલ કરવાની સાથે જ તેમની અંગત માનવામાં આવતા ગુજરાત ભાજપના નેતાએ કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીનું સંપુર્ણ ધ્યાન લોકસભાની ચુંટણી પર રહેશે.

ગુજરાત ભાજપના નેતાએ કહ્યું હતું કે હવે નરેન્દ્ર મોદીને પાર્ટીના રાષ્ટ્રીય સંસદીય બોર્ડ અને કેન્દ્રિય ચુંટણી સમિતિમાં સામેલ કરવાની આધિકારીક જાહેરાત થતાં જ તેમનું સંપુર્ણ ધ્યાન લોકસભાની ચુંટણી પર રહેશે. ગુજરાત ભાજપના નેતાઓનું માનવું છે કે ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં નરેન્દ્ર મોદીની હેટ્રિક અને તેમને પાર્ટીની મહત્વપુર્ણ કેન્દ્રિય એકમોમાં સામેલ કરવામાં આવતાં હવે તે ખુલીને પોતાની રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા પર ધ્યાન આપી શકશે.

નરેન્દ્ર મોદી ભાજપ દ્રારા ગઇકાલે જાહેર કરવામાં આવેલી નવી ટીમમાં સ્મૃતિ ઇરાની અને બનાવટી એન્કાઉન્ટરના આરોપી અમિત શાહને જેવા પોતાના ઘનિષ્ઠ વિશ્વાસપાત્રોને સ્થાન અપાવવામાં સફળ રહ્યાં છે.

narendra-modi

ભાજપના નેતાએ કહ્યું હતું કે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહની ટીમ 2014ની ચુંટણીને ધ્યાનમાં રાખી બનાવવામાં આવી છે. પાર્ટી પ્રવકતા પ્રકાશ જાવેડકરે ગઇકાલે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને તેમની વધતી જતી લોકપ્રિયતાના કારણે ભાજપની સંસદીય બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યાં છે.

પ્રકાશ જાવેડકરે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ભાજપના વરિષ્ઠતમ મુખ્યમંત્રી છે અને પોતાના રાજ્યમાં તેમને ઘણી સફળતાઓ મેળવી છે. તે ભાજપમાં અત્યંત લોકપ્રિય નેતા છે. તે ગેરભ્રષ્ટ અને સારી સરકારનું પ્રતિક બની ગયાં છે.

English summary
With his induction in BJP's Parliamentary Board, the party's highest decision-making body, Narendra Modi's prime focus will be on the next Lok Sabha polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X