For Quick Alerts
For Daily Alerts
નરેન્દ્ર મોદીની વિકાસયાત્રાનો અંતિમ દિવસ
અમદાવાદ, 11 ઑક્ટોબર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 11 સપ્ટેમ્બરના રોજ સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતીએ મહેસાણાના બહુચરાજીથી શરૂ કરેલી વિવેકાનંદ વિકાસ યાત્રાનો આજે અંતિમ દિવસ છે. આ અવસરે પાવાગઢમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પાર્ટી પવક્તા જગદીશ ભાવેએ જણાવ્યું હતું કે યાત્રાના સમાપન સમારંભમાં લાલકૃષ્ણ અડવાણી, નિતિન ગડકરી અને અરૂણ જેટલી સિવાય અન્ય બીજા ઘણા નેતાઓ ભાગ લેશે.
આ યાત્રા દરમિયાન નરેન્દ્ર મોદીએ લગભગ ત્રણ હજાર કિલોમીટરની મુસાફરી કરી છે. આ યાત્રા દરમિયાન નરેન્દ્ર મોદીએ કેટલાક નવા જિલ્લા અને તાલુકા બનાવવાની જાહેરાત કરી હતી પરંતુ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડીયાએ તેને સરકારની નિષ્ફતાને સંતાડવા માટેની આ એક માત્ર કપટ ગણાવી છે.