For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેશ પટેલ અને સી.આર પાટીલ એક મંચ પર જોવા મળતા અનેક તર્કવિતર્ક

ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશને લઇને છેલ્લા ઘણા સમયથી અનેક પ્રકારની અટકળો લગાવામાં આવી રહી છે. આ તમામ પ્રકારની અટકળો વચ્ચે આજે નરેશ પટેલ સમગ્ર દિવસ દરમિયાન ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે જોવા મળતા

|
Google Oneindia Gujarati News

ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશને લઇને છેલ્લા ઘણા સમયથી અનેક પ્રકારની અટકળો લગાવામાં આવી રહી છે. આ તમામ પ્રકારની અટકળો વચ્ચે આજે નરેશ પટેલ સમગ્ર દિવસ દરમિયાન ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે જોવા મળતા વધુ એક વાર નરેશ પટેલના ભાજપ પ્રવેશને લઇને અટકળોનું બજાર ગરમ જોવા મળી રહ્યુ છે.

C R PATIL

આ પહેલા નરેશ પટેલ દ્વારા દિલ્હીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી ચૂક્યા છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે પણ બંધ બારણે બેઠક કરી હોવાની વાત સામે આવી હતી.

હાર્દિક પટેલ પણ ભાજપમાં જોડાતા પહેલા પાટીદાર અનામત આંદોલનની ટીમ સાથે નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. તેમજ નરેશ પટેલ દ્વારા પ્રસાંત કિશોર સાથે પણ મળીને અનેક વાર ચર્ચા કરી હતી. નરેશ પટેલ પોતાના સમજના લોકો વચ્ચે જઇને સર્વે પણ કરાવ્યો હતો. તેમજ ખોડલધામના ટ્રસ્ટના લોકોનો પણ અભિપ્રાય લઇ ચૂક્યા છે.

આમ તમામ પ્રકારની ચર્ચાઓને અંતે નરેશ પટેલ દ્વારા ભેદી મૌન સેવી લીધુ છે. અને ક્યારેક કોગ્રેસના નેતાઓ સાથે બંધ બારણે બેઠક કરે છે તો ક્યારેક ભાજપના નેતાઓ સાથે જાહેરમાં જોવા મળે છે. આ તમામ બાબતોથી નરેશ પટેલનું રાજકારણમાં આવાને લઇને અસમંજસમાં હોય તેવું જણાઇ આવે છે.

રાજકોટ શહેર ખાતે ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબે વિઠ્ઠલભાઈ રાદડીયાની સ્મૃતિમાં મુકેશભાઈ રાદડીયા દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ માં હાજરી આપી.

આ પ્રસંગે મહામંત્રી વિનોદભાઈ ચાવડા, સાંસદઓ રામભાઈ મોકરીયા, મોહનભાઈ કુંડારિયા,ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરાં , ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ,રાજકોટ શહેર ના પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મેયર પ્રદીપભાઈ ડવ, સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Naresh Patel confused about joining politics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X