નર્મદા કેનાલનું થયું 91.76 ટકા બાંધકામ, 2025 સુધીમાં થશે પૂર્ણ
Narmada Canal : ગુજરાત વિધાનસભા ગૃહમાં એક સભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાતમાં શરૂ થયેલી નર્મદા યોજનાના પરિણામે કચ્છ જેવા દુર્ગમ વિસ્તારમાં પણ નર્મદા પહોંચી છે.
મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, નર્મદા યોજના હેઠળ રાજ્યમાં કુલ 69,497.41 કિમી લંબાઈની નહેરો બનાવવાનું આયોજન છે. જેમાંથી 63,773 કિલોમીટર લાંબી નહેર બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. એટલે કે, નર્મદા કેનાલનું 91.76 ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે બાકીનું કામ 2025 સુધીમાં પૂર્ણ થઈ જશે, અને રાજ્યના દરેક ખૂણે પાણી પહોંચાડવામાં આવશે.

મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, 31/12/2023ના રોજ નર્મદા યોજના હેઠળની મુખ્ય નહેરનું કામ 100 ટકા અને બ્રાન્ચ કેનાલનું કામ 99.98 ટકા પૂર્ણ થયું છે. આ ઉપરાંત વિશાખા કેનાલનું 96 ટકા, પ્રશાખા કેનાલનું 93 ટકા અને પ્રશાખા કેનાલનું 90 ટકા કામ પૂર્ણ થયું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 5,724 કિમી નર્મદા કેનાલનું બાંધકામ બાકી છે, જેમાંથી 724 કિમીની નહેરનું બાંધકામ ઔદ્યોગિકીકરણ જેવા વિવિધ કારણોસર થવાનું નથી. આ ઉપરાંત સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, ભાવનગર, બોટાદ, કચ્છ, મહેસાણા અને પાટણ જિલ્લામાં બાકી રહેલ 5,000 કિમી નહેરનું બાંધકામ સત્વરે પૂર્ણ કરવામાં આવશે. નાના હાઇડ્રોપાવર સ્ટેશનોમાં 85.46 મેગાવોટના કુલ પ્રોજેક્ટ પૈકી, 31/12/2023 સુધીમાં, 63.80 મેગાવોટનું કામ પૂર્ણ થયું છે.












Click it and Unblock the Notifications
