નર્મદા ડેમમાં સારી આવકથી પાણીનું સ્તર 118.40 મીટરે પહોંચ્યું

narmada-dam
ગાંધીનગર, 6 જુલાઇ : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ આ વર્ષે પણ છલકાય એવી પાણીની આવક ડેમમાં થઇ છે. આમ થશે તો ગુજરાતમાં સર્વત્ર લીલાલહેરની સ્થિતિ સર્જાય તેવા સંકેતો મળી રહ્યા છે. સારા વરસાદને પગલે નર્મદા ડેમ તરીકે જાણીતા સરદાર સરોવર ડેમમાં પાણીની ભરપૂર આવકથઇ રહી છે.

મધ્‍યપ્રદેશ અને ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદને પગલે ઉપરવાસની પાણીની આવક નર્મદા ડેમમાં એકત્ર થઇ રહી છે. છેલ્લા 36 કલાક કરતા વધારે સમયમાં પાણીની ભરપૂર આવક નર્મદા ડેમમાં થતા શુક્રવારે બપોરે 11 કલાકે નર્મદા ડેમની સપાટી 118.40 મીટરે પહોંચી છે. નર્મદા ડેમને 121 મીટરની ઊંચાઇએથી છલકાવામાં હવે માત્ર 3 મીટર જેટલા પાણીની આવક આવવાની જરૂર છે.

નર્મદા ડેમના અધિકારીઓના જણાવ્યા અનુસાર ડેમમાં પાણીની આવકમાં દર એક કલાકે 40 સે.મી.નો વધારો થઇ રહ્યો છે. નર્મદા ડેમ છલકાવામાં હવે થોડું જ અંતર રહ્યું હોવાથી નદી કાંઠે આવેલા ગામોને સતર્ક કરી સુરક્ષિત સ્‍થળોએ ખસેડવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. નર્મદા ડેમનું પાણી દરિયા કે ખાડીમાં ન જાય તે માટે નર્મદા ડેમ ખાતે ઉભા કરાયેલ વિજળી ઉત્‍પાદન થર્મલપાવર સ્‍ટેશનમાં શુક્રવારે સાંજથી પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત અને મધ્યપ્રદેશમાં હજી પણ સારા વરસાદની આગાહી છે. આ કારણે ડેમમાં પાણીની વધારે આવક થવાની શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X