For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત-મધ્ય પ્રદેશમાં નર્મદામાં આવેલ પૂરનો પ્રકોપ, 8000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા

સતત વરસી રહેલા વરસાદના કારણે નર્મદા નદી તેમજ તેની સાથે જોડાયેલ નહેર-નાળા પાણીથી તરબતર છે. નર્મદા પાસેના જિલ્લા પૂર સામે ઝઝૂમી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ સતત વરસી રહેલા વરસાદના કારણે નર્મદા નદી તેમજ તેની સાથે જોડાયેલ નહેર-નાળા પાણીથી તરબતર છે. નર્મદા પાસેના જિલ્લા પૂર સામે ઝઝૂમી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ નદીના તટીય વિસ્તારોમાં 1999 બાદ પૂરની આવી સ્થિતિ બની છે કે સેંકડો ગામ પાણીથી ભરાઈ ગયા છે. એકલા મધ્ય પ્રદેશના 12 જિલ્લાઓના 400થી વધુ ગામ પૂરના ચપેટમાં છે.

મપ્રના 454 ગામ-કસ્બા પૂરની ચપેટમાં

મપ્રના 454 ગામ-કસ્બા પૂરની ચપેટમાં

માહિતી અનુસાર મપ્રના 454 ગામ-કસ્બા નર્મદાના પાણી સામે ઝઝૂમી રહ્યા છે. આમ તો દેશના ઘણા રાજ્યોમાં થઈ રહેલા ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા છે પરંતુ મધ્ય પ્રદેશ-ગુજરાતમાં નર્મદા નદીના કારણે જે સ્થિતિ છે આવી અહીં 1999માં દેખાઈ હતી.

નદીઓમાં પૂર, ડેમ પણ ઓવરફ્લો

નદીઓમાં પૂર, ડેમ પણ ઓવરફ્લો

ગુજરાત સરકારના રિપોર્ટ અનુસાર પંચમહાલ, રાજકોટ, બનાસકાંઠા, બોટાદ, વડોદરા, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢમાં આઠ કલાકમાં જ 100થી 120 મિમીથી વધુ વરસાદ થયો છે. અહીં પૂરમાં નર્મદાના તટીય વિસ્તારોમાં 2000થી વધુ લોકોને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે.
આ તરફ ગુજરાતમાં ઉનાની મછુંદ્રી નદી પણ છલકાઈ છે. નદી પર બનેલ દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો છે. જે ગામોમાં પાણી ભરાયેલુ છે ત્યાંથી હજારો લોકો સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવી ચૂક્યા છે. એનડીઆરએફની ટીમો અને વાયુ સેના રાહત-બચાવના કામમાં જોડાયેલી છે.

વાયુસેના આ રીતે બચાવી રહી છે લોકોને

વાયુસેના આ રીતે બચાવી રહી છે લોકોને

મપ્રના છિંદવાડા જિલ્લામાં પાંચ, બાલાઘાટમં એક વૃદ્ધ સહિત ત્રણ લોકોને એર લિફ્ટ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે અહીં પૂરથી આઠ હજાર લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. નર્મદાના તટીય વિસ્તારોમાંથી જ 2000થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ લંબાવાયોઆંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ લંબાવાયો

English summary
Narmada river flood 2020: Gujarat's many districts Flood-prone.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X