રાષ્ટ્રીય બાલિકા દિવસ: ભાવનગરમાં તેજસ્વિની મહાનગરપાલિકા કાર્યક્રમ યોજાયો

Bhavnagar Tejaswini Mahanagarpalika:રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીનાં ભાગરૂપે આજે મહિલા અને બાળવિકાસ વિભાગ, ભાવનગર મહાનગરપાલિકા, આઈસીડીએસ ભાવનગર તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીનાં સંયુકત ઉપક્રમે તેજસ્વિની મહાનગરપાલિકાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કિશોરીઓ દ્વારા અનેક સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સામાજિક દુષણો, આરોગ્ય અને પોષણ, જાતિગત સમાનતા અને દીકરીઓનાં હક્ક અને અધિકાર વિષય પર ચર્ચા કરી હતી.

Bhavnagar Tejaswini Mahanagarpalika:

જન્મ અને શિક્ષણ, પૂર્ણા યોજના અને આઈસીડીએસ યોજનાથી મળતા લાભો અંગે બાલિકાઓ દ્વારા દીકરીઓના જન્મ અને શિક્ષણ, નારી શક્તિ અને મતદાન જાગૃતિ અભિયાન, 33 ટકા મહિલા અનામત, આરોગ્ય અને પોષણ, દીકરીઓના હક અને અધિકાર વિશે, સામાજિક દૂષણો જેવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવેલ હતી. વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થીઓને મંજૂરી હુકમનું વિતરણ મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં ભાવનગર મહાનગરપાલિકાનાં મેયર ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઇ રબડીયા, જિલ્લા કલેક્ટર આર. કે. મહેતા, કમિશનર એન. વી. ઉપાધ્યાય, ડેપ્યુટી મ્યુનિ કમિશનર મનીષાબેન બ્રહ્મભટ્ટ તથા તમામ પદાધિકારીઓ તેમજ અધિકારીઓ કાર્યક્રમમાં ઊપસ્થિત રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X