નવીન શાહ, નવનીત પ્રકાશનના માલિકની, લાશ બે દિવસ પછી મળી

Posted By:
Subscribe to Oneindia News

જાણીતી પ્રકાશન કંપની નવનીત ગાલા પ્રકાશનના માલિક નવીન શાહ બે દિવસ પહેલા અમદાવાદથી ગુમ થઇ ગયા હતા. જો કે તે બાદ પછી માલપુર પાસેથી તેમની લાશ મળતા ચકચાર મચી ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદમાં વૈષ્ણવી સર્કલ પાસે તેમને છેલ્લી વાર જોવામાં આવ્યા હતા. જો કે લાશ મળતા અને લાશ નવનીત ગાલાના માલિક નવીન શાહની જ છે તે વાતની સ્પષ્ટતા થતા પોલીસે તપાસ આદરી હતી. શરૂઆતમાં આત્મહત્યા કે હત્યા એમ બન્ને સંભાવના સાથે પોલીસે તપાસ શરૂ કરી હતી.

navin shah

પણ પ્રાપ્ત જાણકારી મુજબ તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. અને ખંડણીની જોઇતી રકમ ના મળતા તેમને મારી નાખવામાં આવ્યા છે તેવી જાણકારી પોલીસને મળી છે. જે અંગે વધુ તપાસ પોલીસ શરૂ કરી છે. ત્યારે અમદાવાદના જાણીતા બિઝનેસમેનની લાશ મળતા વેપારીઓમાં પણ ફફડાટ જાગ્યો છે.

English summary
Navneet director Navin Shah goes missing and after that his dead body found at malpur

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.